આપણા અતિથિ સ્વામિની સુપ્રિયાનંદા

Wednesday 05th April 2017 08:37 EDT
 
 

સ્વામિની સુપ્રિયાનંદા ઓસ્ટ્રેલિયામાં ઉછરેલા એક ટ્રેઈન્ડ સાઈકોલોજિસ્ટ છે. હાલ તેઓ હોંગકોંગના ચિન્મય મિશનમાં રેસીડેન્ટ ટીચર તરીકે ફરજ બજાવે છે. તેઓ ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ખૂબ જ પ્રખ્યાત છે.
તેમની આધુનિક પદ્ધતિ અને સમકાલીન મંતવ્યોને લીધે તેઓ યુવાનો અને બાળકોમાં તેઓ પ્રિય બન્યા છે. તેઓ ‘Krishna Rocks’, ‘Ganesha Goes to a Party’ સહિત ઘણાં વિખ્યાત બાળપુસ્તકોના પણ લેખિકા છે.
સ્વામિની સુપ્રિયાનંદાજી આગામી ૧૩મી એપ્રિલથી ૧૦ દિવસ માટે હોંગકોંગથી લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નાના બાળકો અને તરૂણો માટે કેમ્પ્સના સંચાલન હેતુસર લંડન આવશે. આધુનિક વિશ્વમાં ઉછરી રહેલા બાળકોમાં મોજમસ્તીની સાથે સાથે મૂલ્યો અને આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક સમજ કેળવવાનો આ શિબિરોનો ઉદેશ છે. બાળકો પ્રાચીન મૂલ્યો યાદ રાખશે તેની ચોક્કસ ખાતરી છે અને અન્ય બાળકોને પોતાના આજીવન મિત્રો બનાવશે. વધુ માહિતી માટે ‘એશિયન વોઈસ’ માં જુઓ જાહેરાત પાન નં-૭ અથવા http://www.chinmayauk.org/calendar-main વેબસાઈટની મુલાકાત લો.


comments powered by Disqus