આજના યુવાનોએ આજના વૃદ્ધોને માન અને સન્માન બન્ને આપવું જોઈએ કારણ કે આ એ પેઢી છે... જે ગુગલ અને વિકીપિડિયા વિના પાસ થઈ છે!
•
પત્ની (પતિને)ઃ તમે મારા કાનમાં અંગ્રેજીમાં મીઠું મીઠું બોલોને.
પતિઃ સોલ્ટ, સોલ્ટ, સોલ્ટ.
•
પત્નીઃ જૂઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઈ ગઇ છે. હવે કોઈ ઠેકાણું શોધીએ!
પતિઃ ઠેકાણાં તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે ગધેડા જેવા બુદ્ધુ હોય છે.
પત્નીઃ મારા બાપુજી જો એમ જ વિચાર્યે રાખતા હોત તો આજે હું કુંવારી બેઠી હોત.
•
પતિઃ હજુ તો ઘરમાં પગ મૂક્યો નથી ત્યાં તારું બોલવાનું ચાલુ થઈ જાય છે. કેટલું બધું બોલે છે, થોડું ઓછું બોલ. તને એમ ના થાય કે ધણી થાક્યોપાક્યો ઘરે આવ્યો છે તો તેને થોડી શાંતિ લેવા દઈએ. તેને થોડો રિલેક્સ થવા દઈએ.
પત્નીઃ લે... અમારે રિલેક્સ ના થવું હોય.
•
એક વખત ભગવાન નર્કની મુલાકાતે ગયા.
નર્કમાં એકદમ ગરમી હતી, અને નર્કના બધા લોકો ગરમીમાં શેકાતા હતા.
આવી ગરમીમાં એક ટોળું ખૂણામાં આરામથી સૂતું હતું.
ભગવાનઃ યમરાજ... આટલી બધી ગરમીમાં આ લોકો આરામથી સૂતા છે.
યમરાજઃ ભગવાન આ ટોળું અમદાવાદનું છે.
•
પતિઃ શું હજુ સુધી જમવાનું તૈયાર નથી થયું? તો પછી હું જાઉં છું હોટેલમાં જમવા.
પત્નીઃ અડધો કલાક રોકાઈ જાવ.
પતિઃ શું તું અડધા કલાકમાં રસોઈ તૈયાર કરી લઈશ?
પત્નીઃ નહીં ત્યાં સુધી હું તમારી સાથે આવવા તૈયાર થઈ જઈશ.
