વર્ષ ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી અને વર્ષ ૧૯૫૧માં ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી એકમાત્ર નીલમ સંજીવ રેડ્ડીને બાદ કરતાં અત્યાર સુધી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાતી આવી છે અને આ પદ માટે ચૂંટણી થતી આવી છે. ૧૭મી જુલાઈએ યોજાનારી આગામી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) તરફથી રામનાથ કોવિંદનું નામ આ પદ માટે નોંધાયું છે અને યુપીએ (યુનાઈટેડ પ્રોગેસિવ અલાયન્સ) તરફથી મીરાં કુમારનું નામ જાહેર કરાયું છે. અહીં એ જાણકારી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં કયા ઉમેદવારે કયા વર્ષમાં કેટલા વોટથી કયા ઉમેદવારની સામે જીત મેળવીને રાષ્ટ્રપતિ પદ મેળવ્યું હતું.

