સ્કોટલેન્ડ યાર્ડના સુપ્રીટેન્ડન્ટ પદે પ્રથમ બ્રિટીશ પાકિસ્તાની મહિલાની નિયુક્તિ

Wednesday 06th December 2017 06:20 EST
 
 

સ્કોટલેન્ટ યાર્ડના ડિટેકટીવ સુપ્રીટેન્ડન્ટ પદે એકમાત્ર એશિયન–પાકિસ્તાની મહિલા શબનમ ચૌધરીની સ્કોટલેન્ડ યાર્ડના ડિટેકટીવ સુપ્રીટેન્ડન્ટ પદે નિયુક્તિ થઇ છે. પાકિસ્તાનના કરાંચીથી બે વર્ષની વયે માતા-પિતા સાથે શબનમ યુ.કે. આવી હતી. લગ્ન કરી ઘર સંસાર શરૂ કરવા આગ્રહ કરતાં મા-બાપની અવગણના કરી શબનમ ૧૯૮૯થી પોલીસ સર્વિસમાં જોડાઇ હતી. મેટ્રોપોલીટન પોલીસ સર્વિસમાં શબનમની હેટ ક્રાઇમ અને ક્રિમિનલ ગેંગ્સ સામે ઝઝૂમી "નોંધપાત્ર અનુદાન" આપવા બદલ આ હોદ્દા માટે પસંદગી થઇ છે. લંડન પોલીસ સર્વિસમાં જોડાયેલ શબનમને એની ૨૮ વર્ષની કારકિર્દી દરમિયાન પ્રસંશનીય સેવા પ્રદાન કરવા બદલ ડઝનબંધ એવોર્ડ મળ્યા છે. મેટપોલીસમાં રાષ્ટ્રીયસ્તરે અને આ રેન્કમાં શબનમ એક માત્ર મુસ્લિમ મહિલા ડિટેકટીવ છે. 


comments powered by Disqus