સવારે વહેલા ઊઠીને પતિ યોગ કરવા જવા નીકળ્યો...
પત્નીની આંખ ખૂલી ગઈ તો પતિએ પત્નીને પૂછ્યુંઃ
‘જાનુ શું તારે યોગ ક્લાસમાં આવવું છે?’
પત્નીઃ તમે કહેવા શું માંગો છો? હું કંઈ જાડી નથી થઈ ગઈ.
પતિઃ કંઈ વાંધો નહીં, ના ઈચ્છા હોય તો રહેવા દે...
પત્ની ગુસ્સે થઈને બોલીઃ એટલે શું હું આળસુ છું?
પતિઃ અરે તું ગુસ્સે શું કામ થાય છે.
પત્નીઃ એટલે શું હું કાયમ ઝઘડા કરું છું?
પતિઃ અરે, મેં એવું ક્યાં કહ્યું છે?
પત્નીઃ તો શું હું ખોટું બોલું છું?
પતિઃ સારું સારું, મારે જવું જ નથી.
પત્નીઃ હું બધું જ સમજું છું, ખરેખર તો તમારે જ જવું નહોતું.
પતિ જઈને પાછો સૂઈ ગયો.
•
મહિલાએ એક સાધુને પૂછ્યુંઃ બાબા, મારા પતિ હમણાં મને પ્રેમ નથી કરતા. કોઈ ઉપાય બતાવો.
સાધુઃ પુત્રી, શનિવારે વ્હોટસ એપ અને રવિવારે ફેસબુકનો ઉપવાસ રાખો. સારું થઈ જશે.
•
એક વાર પપ્પુ પર ભગવાન પ્રસન્ન થયા.
ભગવાનઃ ‘બેટા, બોલ શું વરદાન આપું?’
પપ્પુઃ ‘એકદમ સારી નોકરી, મોટી ગાડી અને બહુ બધી સુંદર છોકરીઓની કંપની.
ભગવાનઃ ‘તથાસ્તુ’
...
આજે પપ્પુ ગર્લ્સ સ્કૂલની બસનો ડ્રાઈવર છે.
•
પત્ની પતિને ઓર્ગેનિક શાકભાજી લાવવાનું કહે છે.
પતિ (શાકભાજીવાળાને)ઃ મારે આ શાકભાજી મારી પત્ની માટે લઈ જવી છે. આના પર કોઈ રાસાયણિક કે ઝેરી પદાર્થો તો છાંટેલા નથી ને?
શાકવાળોઃ ના, ના સાહેબ. આ કામ તો તમારે જાતે જ કરવું પડશે.
•
જલી કો આગ કહતે હૈ...
બુઝી કો રાખ કહતે હૈ....
જીસકા ‘મિસ કોલ’ દેખતે હી નશા ઉતર જાય ઉસે ‘બેટર હાફ’ કહતે હૈ...
•
ગાલિબને એક જણે પૂછ્યુંઃ પ્રેમ ક્યારે કરવો જોઈએ લગ્ન પહેલાં કે લગ્ન પછી?
ગાલિબે કહ્યુંઃ ગમે ત્યારે કરો... પણ પત્નીને ખબર ના પડવી જોઈએ.
•
ચિંટુએ મમ્મીને પૂછ્યુંઃ મમ્મી, શું પરી આકાશમાં ઊડે ખરી?
મમ્મીઃ હા બેટા.
ચિંટુઃ તો આપણા કામવાળા બહેન કેમ ઊડતા નથી?
મમ્મીઃ બેટા, એ કામ કરવા આવે છે... એ પરી નથી.
ચિંટુઃ પણ પપ્પા તો એને પરી કહીને બોલાવતા હતા.
મમ્મી અકળાઈને બોલીઃ કંઈ વાંધો નહીં, બેટા. કાલે સવારે એ ઊડી જશે.
વેલ્ડિંગ અને વેડિંગમાં શું ફરક?
વેલ્ડિંગમાં પહેલા આગના તણખા ખરે છે અને પછી હંમેશાં માટે ગઠબંધન થઈ જાય છે, પરંતુ વેડિંગમાં પહેલા ગઠબંધન થાય છે અને પછી જીવનભર તણખા ખર્યા કરે છે.
•
બેન્ક પ્રતિનિધિ સંતાનેઃ અમારી બેન્ક તમને ઈન્ટ્રેસ્ટ (વ્યાજ) વગર લોન આપવા તૈયાર છે.
સંતાઃ તમારી બેન્કને ઇન્ટ્રેસ્ટ (રસ) નથી તો શા માટે લોન આપે છે?
