પુત્રઃ પપ્પા! કારની ચાવી આપો ને!
પપ્પાઃ શું કામ છે?
પુત્રઃ કોલેજનું ફંકશન છે, ૧૦ લાખની ગાડીમાં જાઉં તો વટ પડે ને.
પપ્પાઃ લે આ ૧૦ રૂપિયા! ૩૦ લાખની બસમાં જજે.
•
સોનુ ઘરનો દરવાજો કાઢીને ખભા પર ઊંચકી બજારમાંથી જઈ રહ્યો હતો.
મોનુઃ ભાઈ, દરવાજો વેચવાનો છે?
સોનુઃ ના. દરવાજાના તાળાની ચાવી ખોવાઈ ગઈ છે. તાળું ખોલાવવા જઉં છું.
મોનુઃ પણ તે દરમિયાન ઘરમાં કોઈ ચોરી ઘૂસી જશે તો?
સોનુઃ કેવી રીતે ઘૂસશે ઘરનો દરવાજો તો મારી પાસે છે!
•
પત્નીઃ જ્યારે હું લગ્ન કરીને આવી હતી ત્યારે તો ઘરમાં બહુ મચ્છર હતા... અત્યારે બિલકુલ મચ્છર નથી... એવું કેમ?
પતિઃ આપણા લગ્ન થયા પછી મચ્છરોએ એવું કહીને આ ઘર છોડી દીધું કે હવે તો પરમેનન્ટ લોહી પીવાવાળી આવી ગઈ છે... અમારા માટે તો બચશે જ નહીં.
•
રેલવે સ્ટેશને પૂછપરછની બારી પર...
ક્લાર્કઃ ભારે વરસાદના કારણે બધી ટ્રેન રદ થઈ છે... કોઈને આ સિવાય બીજુ કંઈ પૂછવું છે?
એક બેનઃ ભાઈ, આ ડ્રેસમાં હું જાડી તો નથી લાગતી ને?
•
એક છોકરો શાળામાંથી જલદી ઘરે આવી ગયો.
માઃ કેમ બેટા આજે જલદી ઘરે કેમ આવી ગયો?
છોકરોઃ એક મચ્છર માર્યો એટલે મેડમે મને ક્લાસમાંથી કાઢી મૂક્યો.
માતાઃ એક મચ્છર મારવાની આટલી મોટી સજા?
છોકરોઃ પણ મમ્મી, એ મચ્છર મેડમના ગાલ પર બેઠો હતો.
•
છોકરીઃ હું મારા પપ્પાની પરી છું.
છોકરોઃ હું મારા પપ્પાનો પારો છું.
છોકરીઃ પારો? એ વળી શું છે?
છોકરોઃ મને મારા પપ્પા જેટલી વખત જુએ તેટલી વખત તેમનો પારો ચડી જાય છે.
•
એક માણસે પોતાના મિત્રને કહ્યુંઃ જ્યારે પત્ની પિયર ગઈ હોય અને રાશિફળમાં લખ્યું હોય કે આજે તમને તમારો જૂનો પ્રેમ મળી શકે છે તો ન ઇચ્છા હોય તો પણ જ્યોતિષ પર વિશ્વાસ વધી જાય છે.
•
પત્નીએ પતિને પૂછયું, ‘તમને બર્થડે પર શું ગિફ્ટ જોઈએ?’
પતિઃ કંઈ નહીં બસ... મારી સાથે થોડી આદરપૂર્વક વાત કર...!
પત્ની ૨ મિનિટ વિચારીને બોલીઃ ‘નહીં હું તો ભેટ જ આપીશ.’
•
રાજુએ દોડતા દોડતા આવીને બબલુને કહ્યુંઃ જલદી જા તારા ઘરમાં તળાવનું પાણી ઘૂસી ગયું છે...
બબલુઃ કેમ ખોટું બોલે છે. ઘરની ચાવી તો મારી પાસે છે.
•
નેતાજીની જાહેર સભામાં એક ભાઈએ લાંબા સમય સુધી ભાષણ આપ્યા પછી માઈક છોડ્યું.
આ જોઈને વિદેશી પત્રકારે એક સ્થાનિક પત્રકારને પૂછયુંઃ તમારે અહીં નેતા ખૂબ જ લાંબુ ભાષણ આપે છે.
સ્થાનિક પત્રકારે જવાબ આપ્યોઃ ભાષણ આપવા તો નેતાજી હવે આવશે.
આ તો નાના ભાઈ નેતાના માઇકનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા.
