અમદાવાદઃ રાજ્યના પહેલા ગુજરાતી ડીજીપી વી. ટી. શાહના પુત્ર અચલ અને પૂત્રવધુ પ્રમીલાનું તેમજ જ ફ્લેટમાં લાગેલી આગમાં ગૂંગળાઈ જવાથી મોત થયું છે.
એક દીકરી અને અચલભાઈના માતા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. જ્યારે એક દીકરીની હાલત સુધારા પર છે.
એક મીડિયા કંપનીમાં ગુજરાતના રિસ્પોન્સ હેડ તરીકે ફરજ બજાવતા અચલભાઈ પ્રહલાદનગર આનંદનગર રોડ ઉપર ઈશાન-૩ ટાવરના બી બ્લોકના છઠ્ઠા માળે રહેતા હતા. ૨૩મીએ રાત્રે ૨.૧૫ વાગ્યે સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફ્લેટમાં વેન્ટિલેશન ન હોવાથી ધુમાડો ફ્લેટમાં જ ફેલાતા પાંચ જણા ગૂંગળાઈ ગયા હતા.
ફાયરબ્રિગેડના અધિકારીઓની ટીમ ફ્લેટનો દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે અચલભાઈ અને પ્રમીલાબહેન તેમના બેડરૂમની બહારની ફરસ પર પડ્યા હતા. જ્યારે તેમના માતા અને બીજી પુત્રી બેભાન હાલતમાં પડ્યા હતા. ૧૩ વર્ષની દીકરી તેના બેડરૂમમાં કાળોડિબાંગ ધુમાડો જોઈને બાથરૂમમાં શાવર ચાલુ કરી નીચે બેસી જતાં બચી
ગઈ હતી.
