હળવે હૈયે...

જોક્સ

Wednesday 28th November 2018 06:24 EST
 

ચંગુઃ દુનિયામાં મારા સાળા જેટલો આળસુમાં આળસુ માણસ કોઈ નહીં હોય. તમે એને કોઈ વાર જોયો છે?
રમણલાલઃ હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી. પણ એ કેટલી ઊંચાઈનો છે?
ચંગુઃ હું એની ઊંચાઈ પણ જાણતો નથી. મેં એને કોઈ દિવસ આરામમાંથી ઊભો થતો જોયો જ નથી.

વીમા એજન્ટે લંબાણપૂર્વક વીમાના લાભ સમજાવ્યા. આ પછી એક મોટા ફેક્ટરી માલિકે વિમાની પોલિસી ખરીદી લીધી. પોલિસી પર સહી કરીને એજન્ટને તેણે ગર્વથી કહ્યુંઃ તમે નસીબદાર છો. એટલે જ મેં તમારી પાસેથી પોલિસી ખરીદી છે. નહીંતર આજ સુધીમાં હું આઠ વીમા એજન્ટને ના પાડી ચૂક્યો છું.
‘મને ખબર છે...’ વીમા એજન્ટે જવાબ આપતાં કહ્યું.
‘હું વેશપલટો કરીને નવમી વાર આવ્યો છું.’ વીમા એજન્ટે કહ્યું.

કંજુસ બાપે તેના પુત્રને વઢતાં કહ્યુંઃ મૂર્ખ છે તું મહામુરખ! સગાઈ પહેલાં એક છોકરી માટે હજાર રૂપિયા વાપરી નાખ્યાં?
પુત્રઃ હું શું કરું પપ્પા, તેની પાસે એટલા જ પૈસા હતા.

પત્નીઃ યૈ કૈસા ખાના બનાયા હૈ તુમને, બિલકુલ ગોબર જૈસા.
ચંદાઃ હે ભગવાન, ક્યા કરું મેં ઈસ આદમી કા. ઈસને તો હર ચીજ ચખ રખી હૈં.

ચંગુએ ચંપાને કહ્યુંઃ મને હવે સમજ પડી કે ડાકુઓ અમીરોને જ શા માટે લૂંટતા હતા? ગરીબોને કેમ નહોતા લૂંટતા?
ચંપાએ પૂછ્યુંઃ એમ?! તો કહે જોઈએ...
ચંગુઃ અરે ગાંડી, તને આટલી પણ ખબર નથી કે ગરીબો પાસે લૂંટવા જેવું હોય છે શું?

કૈસે મુમકિન થા
કિસી ઔર દવા સે
ઇલાજ 'ગાલિબ'...
ઇશ્ક કા રોગ થા
બીવી કે જૂતે સે હી
આરામ આયા!

એક લડકી બગીચે મેં
એક બેન્ચ પે બૈઠી થી
એક ભિખારી આયા
ઔર બોલા ‘હાય સ્વીટહાર્ટ!’
લડકી ચિલ્લાઇ,
‘હાઉ ડેર યુ?
તુમ મુઝે સ્વીટહાર્ટ કહતે હો?’
ભિખારી મુસ્કારાયાઃ
‘ડાર્લિંગ, તુમ મેરે
બિસ્તર પે જો બૈઠી હો!’

પત્નીએ પતિને પૂછ્યું, ‘હું કેવી લાગું છું?’
પતિએ કહ્યું, ‘એ બી સી ડી ઇ એફ જી એચ આઇ જે..!’
પત્નીઃ મતલબ?
પતિઃ એડોરેબલ, બ્યુટિફૂલ, ક્યુટ, ડિલાઇટફુલ, એલિગન્ટ, ફેન્સી, ગોર્જિયસ, હોટ એન્ડ....’
પત્નીઃ અને આ જે નું શું?
પતિઃ આઇ એમ જોકિંગ!

જજઃ તમારા પર આરોપ છે કે તમે તમારી પત્નીને દબાવીને, ડરાવીને ધમકાવીને, ૧૦ વરસ સુધી તમારા કાબૂમાં રાખી છે.
આરોપીઃ સાહેબ એવું છે કે...
જજઃ મને ખુલાસો નથી જોઇતો. હું રીત પૂછું છું રીત!


comments powered by Disqus