GHS દ્વારા આર્મ્ડ ફોર્સીસ હિંદુ નેટવર્ક સાથે રક્ષાબંધનની ઉજવણી

Wednesday 29th August 2018 06:56 EDT
 
 

ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા ગઈ ૨૧ ઓગસ્ટે સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસ હિંદુ નેટવર્ક સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ૮૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. GHSની મહિલાઓ અને યુવતીઓએ આર્મ્ડ ફોર્સીસ હિંદુ નેટવર્કના સભ્યોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે શાસ્ત્રીય, બોલિવુડ અને લોકનૃત્યનો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં પ્રેસ્ટનના મેયર કાઉન્સિલર ટ્રેવર હર્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આર્મ્ડ ફોર્સીસ નેટવર્કના વાઈસ ચેરમેન સમીર મહેતાએ સુંદર કાર્યક્રમના આયોજન બદલ GHSનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમને GHSની કામગીરી ખૂબ પ્રેરણાદાયી લાગી હતી.

GHSના પ્રેસિડેન્ટ ઈશ્વર ટેલરે જણાવ્યું હતું કે GHSને આર્મ્ડ ફોર્સીસ માટે ખૂબ ગૌરવ છે અને તેની વિવિધ સેવાઓમાં જોડાયેલા સંખ્યાબંધ હિંદુઓ માટે પણ ગર્વ છે.

આ પ્રસંગે આર્મ્ડ ફોર્સીસ દ્વારા યોજાયેલા પ્રેઝન્ટેશનમાં તેમણે યુકેની વિવિધ વંશીય લઘુમતિઓના સાંસ્કૃતિક મૂલ્યો કેવી રીતે અપનાવ્યા છે તેનો ચિતાર રજૂ કરાયો હતો.

વધુ માહિતી માટે સેન્ટર મેનેજર અભિનો 01772 253 912 પર સંપર્ક કરવા વિનંતી.


comments powered by Disqus