અમારા નસીબમાં ભીખુદાનભાઇ નહીં એટલે સાંભળવા ન મળ્યાઃ મોદી

Wednesday 29th August 2018 06:46 EDT
 
 

જૂનાગઢઃ જાણીતા લોક-સાહિત્યકાર અને લોકગાયક ભીખુદાન ગઢવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢની જાહેર સભામાં યાદ કર્યા હતા અને કહ્યું હતું કે હવે અમારા નસીબમાં નહીં એટલે ભીખુભાઈ સાંભળવા ન મળ્યા.
આમ બોલીને નરેન્દ્ર મોદીએ સ્ટેજ પરથી આ લોકગાયકના ખબર-અંતર પૂછતાં કહ્યું હતું કે ‘ભીખુદાનભાઈ, તબિયત સારી રહે છેને? જય માતાજી...’
વડા પ્રધાનના હૃદયસ્પર્શી આવકાર બાદ મીડિયા સાથે વાત કરતાં ભીખુદાન ગઢવીએ કહ્યું હતું કે ‘તેમના સાનિધ્યમાં ઘણા પ્રોગ્રામ કર્યા છે. સંઘના પ્રચારક હતા ત્યારનો તેમનો ચાહક છું. લોકોની સેવાની ઝંખના તેમના હૈયામાં ભારોભાર છે એ હું જોઈ રહ્યાાે છું.’


comments powered by Disqus