જૈન નેટવર્ક લંડન અને જૈન અકાદમીના ઉપક્રમે યોજાઇ રહેલ જૈનીઝમના શિક્ષણ (અંગ્રેજી) માટે ડો.બિપીનભાઇ દોશી એમનાં ધર્મ પત્ની ડો. રન્નાબેન દોશી સાથે મુંબઇથી લંડન પધાર્યા છે.
ડો.દોશી મુંબઇ યુનિવર્સિટીની જૈન ચેરના સ્થાપક સેક્રેટરી, જૈન વિદ્વાન અને વ્યવસાયે ફિઝિશિયન ડોક્ટર છે. સામાજિક કાર્યકર તરીકે એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. એમણે પર્યૂષણ પર્વની વ્યાખ્યાનમાળા માટે યુ.એસ.એ., યુ.કે., દુબઇ, કેન્યા વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે. તેઓ “ગાંધી બીફોર ગાંધી” પુસ્તકના લેખક છે. એમણે જૈન કથાઓ આધારિત ‘શેઠ મોતીશા’, ‘વીર ભામાશા’, ‘ચંપા શ્રાવિકા’, ‘રાજા કુમારપાળ’ જેવા અનેક નાટકો લખ્યા છે. સંશોધક, વાર્તા લેખક, પ્રેઝન્ટર તરીકે તેઓ બહુમુખી પ્રતિભા સંપન્ન છે. અનેક ચેરિટેબલ સંસ્થાઓ સાથે સંકળાયેલ છે અને વિવિધ હોદેથી સેવાઓ સાદર કરી રહ્યા છે.
ડો. રન્ના દોશી પણ છેલ્લા ચાળીસેક વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટીસ કરી રહ્યાં છે. વીસેક વર્ષથી ચેરિટેબલ હોસ્પિટલોમાં (હિત વર્ધક, વૈષ્ણવ સેવા સમાજ) મહિલા દર્દીઓને સેવા આપી રહ્યાં છે. મહિલાઓના આરોગ્ય વિષયક સેંકડો પ્રવચનો અને હેલ્થ કેર મેગેઝિનમાં એમના લેખોથી વિખ્યાત બન્યાં છે. મુંબઇ યુનિવર્સિટીમાં જૈન ફિલોસોફી એજ્યુકેશનમાં પણ એમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. અનેક સામાજિક અને ચેરિટેબલ સંસ્થાઓમાં તેઓ સેવા આપી રહ્યાં છે. ૨૦૧૫માં એમની સામાજિક સેવાઓ બદલ મુંબઇ મેયર એવોર્ડ વિજેતા પણ બન્યાં છે,
સંપર્ક. ડો.નટુભાઇ શાહ – 07887 562 286

