એક વાર બંતા અખરોટ વેચતો હતો.
સંતાએ પૂછયું ખાવાથી શું થાય?
બંતાઃ મગજ તેજ થાય.
સંતાઃ એ કેવી રીતે?
બંતાઃ સારું એ કહે કે એક કિલો ચોખામાં કેટલા દાણા હોય છે?
સંતાઃ ખબર નથી.
બંતાએ એને એક અખરોટ ખવડાવી અને પૂછયું, ‘હવે બતાવ કે એક ડઝનમાં કેટલાં કેળાં હોય છે?’
સંતાઃ ૧૨ હોય.
બંતાઃ જોયું? મગજ તેજ થઈ ગયું ને?
સંતાઃ એક કિલો આપી દે મને!
•
ચિંટુનું પરિણામ આવ્યું.
ડેડી (ચિંટુને) તારું રિપોર્ટ કાર્ડ બતાવ.
ચિંટુઃ મારો દોસ્ત લઈ ગયો છે.
ડેડીઃ કેમ?
ચિંટુઃ એના પેરેન્ટ્સને ડરાવવા માટે.
•
વિમાનમાં એક બાળક ત્રણ સિક્કા ગળી ગયો. માતા રડવા જેવી થઈ ગઈ અને બોલી, ‘અરે... કોઈ મારા દીકરાને બચાવો. તે ત્રણ સિક્કા ગળી ગયો છે.’
એક માણસ દોડતો આવ્યો અને બાળકને ઉપર-નીચે, ડાબે-જમણે હલાવી, ઠોકી ને ત્રણેય સિક્કા કાઢી આપ્યા.
બાળકની મા ખુશ થઈને બોલીઃ ‘શું તમે ડોક્ટર છો?’
પેલો માણસઃ ‘ના જી. હું નરેન્દ્ર મોદી છું. મને કેવી રીતે પૈસા કેવી રીતે કઢાવવા તે બરાબર આવડે છે.
•
ચંદુ કેળા લેવા ગયો.
ચંદુઃ કેટલાનું કેળું છે આ?
કેળાવાળોઃ પાંચ રૂપિયાનું...
ચંદુઃ અરે યાર બે રૂપિયામાં આપને!
કેળાવાળોઃ એટલામાં તો તેની છાલ આવે.
ચંદુઃ તો છાલ તારી પાસે રાખ અને મને ફક્ત અંદરનું કેળું આપી દે.
•
પતિઃ લગ્ન પહેલાં તારા કેટલા બોયફ્રેન્ડ હતા?
પત્ની ચૂપ થઈ ગઈ.
પતિઃ તો તારી ચૂપકીદીને હું શું સમજું?
પત્નીઃ ચૂપ રહો, કેટલા હતા તે ગણું છું.
•
એક અમદાવાદીને ત્યાં પાંચ મિત્રો આવ્યા. એની પત્નીએ કહ્યું, ‘ખાંડ ખૂટી ગઈ છે જલ્દીથી લેતા આવો. ચામાં નાખવા જોઈશેને...’
પતિઃ તું ચા બનાવ. બાકીની ચિંતા છોડી દે, હું સંભાળી લઈશ.
શ્રીમતીજી છ કપ ખાંડ વગરની ચા લઇને આવ્યા કે તરત પેલા પતિ મહાશયે મિત્રોને કહ્યું, ‘આમાંના એક કપમાં જાણી જોઈને ખાંડ નથી નાંખી. જેના ભાગે એ કપ આવશે તેને ત્યાં આવતાં રવિવારે આપણે બધા સપરિવાર જમવાનો કાર્યક્રમ ગોઠવશું.’
બધાએ ચા પીધી અને દરેકને પૂછાયું, ‘કેવી હતી?’
દરેક કહે, ‘અરે બહુ ગળી હતી.’
આને કહેવાય અમદાવાદી. એકબીજાને ટપી જાય એવા.
•
આજકાલ અરવિંદ કેજરીવાલ જો ટોયલેટમાં બે મિનિટથી પણ વધારે બેસે છે તો પત્ની તરત દરવાજો ખખડાવીને પૂછે છે, ‘અરે ટોયલેટ કરવા બેઠા છો કે હડતાલ પર બેઠા છો?
•
પપ્પાઃ જો બેટા, છોકરીવાળા આવે ત્યારે તારે લાંબી લાંબી ફેંકવાની હોં... આપણો વટ પડી જશે.
છોકરીવાળા આવ્યા પછી...
છોકરોઃ પપ્પા ચાવી આપોને ટ્રેઈન પાર્કિંગમાં મૂકવી છે...
