૧૯૭૮માં સ્થપાયેલા હિંદુ યુથ એસોસિયેશન (HYA)ને ૪૦ વર્ષ પૂર્ણ થયા છે. HYA રજિસ્ટર્ડ ચેરિટી છે અને તેનું સંચાલન માત્ર વોલન્ટિયર્સ દ્વારા જ થાય છે. બે યુવાનોએ તેમના ઘરે ભત્રીજા અને ભત્રીજીઓને ગુજરાતી શીખવવાનું શરૂ કર્યું ત્યારે તેના બીજ રોપાયા હતા. ૪૦ વર્ષ બાદ તે એક સફળ કોમ્યુનિટી સંસ્થા બની છે. જેમાં ગુજરાતી, હિંદુ ધર્મસ ગણિત અને અંગ્રેજીના વર્ગોથી લઈને યોગાના વર્ગ ચાલે છે. પેરન્ટ્સ અને ટોડલર ગ્રૂપ પણ ચાલે છે.
HYAનો પાયાનો સિદ્ધાંત આવતીકાલના ભવિષ્યને મદદરૂપ થવું, યુવાનો સારા નાગરિક બને તે માટે તેમની શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક શક્તિ વિક્સાવવાનો છે. ચેરિટીમાં ૩૦ વોલન્ટિયર્સ છે.
૨૦૦૭માં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન દ્વારા લંડનમાં ચાલતી સપ્લીમેન્ટરી સ્કૂલ્સનું ધોરણ ચકાસવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમાં ભાગ લેવા પસંદ કરાયેલી ૧૪ સ્કૂલમાં HYA એક હતી. પ્રથમ તારણમાં HYAની સિલ્વર એવોર્ડ (પાયલોટમાં સૌથી ઉચ્ચ એવોર્ડ) વિજેતા બન્યું હતું. તે સમયના પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કૂલ્સ લોર્ડ એડોનિસના હસ્તે તે એનાયત કરાયો હતો. ૨૦૦૯માં HYAએ ગોલ્ડ એવોર્ડની વિરલ સિદ્ધિ હાંસલ કરી હતી. ૪૦ વર્ષ પૂરા થવા નિમિત્તે HYA દ્વારા જૂનમાં યોગા સેશન યોજાયા બાદ ૨૨ સપ્ટેમ્બરે કોમ્યુનિટી ફન ડે તેમજ ગયા વર્ષે વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિ બદલ તેમને બિરદાવવા ૨૭મી ઓક્ટોબરે ખાસ સમારોહનું આયોજન કરાયું છે.
વધુ માહિતી માટે વેબસાઈટ www.hyauk.org જુઓ અથવા કાન્તા હીરજીનો [email protected] પર સંપર્ક કરવા વિનંતી.

