એક ધનિક વ્યક્તિ ભારતના વડા પ્રધાન બની શકે છે એ જવાહરલાલ નેહરુએ સાબિત કરી બતાવ્યું.
એક ગરીબ વ્યક્તિ ભારતના વડા પ્રધાન બની શકે છે એ લાલબહાદુર શાસ્ત્રીએ પુરવાર કરી બતાડયું.
એક મહિલા ભારતનાં વડા પ્રધાન બની શકે છે એ ઈન્દિરા ગાંધીએ સાબિત કરી બતાડયું.
એક પાઈલોટ પણ ભારતના વડા પ્રધાન બની શકે છે એ રાજીવ ગાંધીએ સાબિત કરી બતાડયું.
એક લગભગ અભણ ભારતના વડા પ્રધાન બની એ ચરણસિંહે સાબિત કરી બતાડયું.
એક સ્કોલર વ્યક્તિ ભારતના વડા પ્રધાન બની શકે એ પી. વી. નરસિંહ રાવે સાબિત કરી બતાડયું.
એક કવિતા કરનારા ભારતના વડા પ્રધાન બની શકે એવું અટલ બિહારી વાજપેયીએ સાબિત કરી બતાડયું.
અરે, એક ચા વેચનારો ભારતનો વડા પ્રધાન બની શકે એ નરેન્દ્ર મોદીએ સાબિત કરી બતાડયું...
...પણ દેશમાં વડા પ્રધાનની કંઈ જરૂર જ નથી, એવું મનમોહન સિંહે સાબિત કરી બતાડયું!
...અને દેશ પર રાજ કરવું હોય તો વડા પ્રધાન બનવાની જ કશી જરૂર નથી, એવું સોનિયા ગાંધીએ સાબિત કરી બતાડયું!
•
ટીનાઃ તું જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા!
પપ્પુઃ મને તો પહેલેથી જ ખબર હતી કે તું ભૂત છે!
•
ચિન્કી બહુ જ અકળાયેલી હતી. સામે ચંદુ મળ્યો.
ચંદુઃ શું થયું?
ચિન્કીઃ આપણી કોલેજના પેલા રોહનને તો હું શૂળીએ ચડાવી દઉં એટલો ગુસ્સો આવે છે.
ચંદુઃ તારે ગુનો માથે લેવાની જરૂર નથી. તું ખાલી તેની સાથે લગ્ન કરી લે. એ પછી તે તેની મેળે શૂળીએ ચડીને આત્મહત્યા કરી લેશે.
•
રમેશ પાંચસો રૂપિયાની નોટ પર લખેલો નંબર મોબાઈલથી ડાયલ કરતો હતો.
સુરેશઃ આ શું કરે છે?
રમેશઃ યાર, હું એ જોઉં છું કે ગાંધીજી તો ચાલ્યા ગયા પણ એમનો મોબાઈલ કોની જોડે મૂકીને ગયા છે!
•
શેઠે નોકરને કહ્યુંઃ એક કામ બરાબર નથી કરી શકતો તું. તને કોથમીર લાવવાનું કહ્યું હતું ને તું ફૂદીનો લાવ્યો. કોથમીર અને ફૂદીના વચ્ચેનો ફરક પણ નથી ખબર તને? તારા જેવા બેવકૂફને ઘરમાંથી કાઢી મૂકવો જોઈએ.
નોકરઃ શેઠ, આ ફૂદીનો નથી, મેથી છે!
•
પપ્પુઃ પપ્પા, મને એક છોકરી પસંદ છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગું છું.
પપ્પાઃ શું એ પણ તને પસંદ કરે છે?
પપ્પુઃ હા, અફકોર્સ!
પપ્પાઃ જે છોકરીની પસંદ આવી હોય તેને હું મારા ઘરની વહુ બનાવી શકું તેમ નથી.
•
સંતાઃ અલ્યા, તારી ઘરવાળી કાલે રાત્રે તારા પર જોર-જોરથી બરાડા કેમ પાડતી હતી? છેક મારા ઘર સુધી અવાજ આવતો હતો.
બંતાઃ અરે કંઈ નહીં, ભૂલથી મેં એનો ફોટો ફેસબુક પર અપલોડ કરવાને બદલે OLX પર પોસ્ટ કરી દીધો.
•
ચંપાઃ જીવન સંપૂર્ણ હોવું અને જીવન ખતમ થઈ જવું એ બન્ને વચ્ચે શું ફરક?
ચંગુઃ તમારી પાસે સુંદર મજાની ગર્લફ્રેન્ડ હોય એટલે જીવન સંપૂર્ણ ફીલ થવા લાગે અને જ્યારે આ બાબતની તમારી પત્નીને ખબર પડે એટલે જીવન ખતમ થઈ જાય.
