બકોઃ અલ્યા ભૂરા આ બંદૂક લઈને સવારના પહોરમાં ક્યાં જવાની તૈયારી કરી?
ભૂરોઃ સિંહનો શિકાર કરવા.
બકોઃ તો જતો કેમ નથી?
ભૂરોઃ દરવાજે કૂતરું બેઠું છે.
•
પત્નીઃ મારી મમ્મીની વાત માની લીધી હોત તો તારી જોડે લગ્ન જ ના કર્યા હોત.
પતિઃ શું વાત કરે છે? તારી મમ્મીએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી હતી?
પત્નીઃ હા ભઈ હા...
પતિઃ હે ભગવાન, હું અત્યાર સુધી આ ભલી સ્ત્રીને મનમાંને મનમાં ગાળો દેતો હતો.
•
અમુક જોક્સની હરિયાણવી બોલીમાં મઝા જ કંઈ ઓર છે.
એક પંજાબી ગામડીયો રાતના અંધારામાં ચાલતો ચાલતો એક કુવામાં પડી ગયો. અંદરથી ‘બચાઓ.. બચાઓ...’ બૂમો પાડવા લાગ્યો.
ત્યાંથી એક હરિયાણવી ગામડીયો પસાર થતો હતો. એણે પૂછ્યું, ‘કોણ સે ભાઈ?’
પંજાબી ગામડીયો પંજાબીમાં બોલ્યો ‘અસ્સી હાં...’
હરિયાણવી ગામડીયોઃ ‘ભાઈ, એક - દો હોતા તો કા’ડ દેતા. અસ્સીયોં કો કોણ કા’ડેગા? પડયા રે’ ભીતર...’
•
નવા વાયરસ
નીચેના નવા વાયરસોથી ચેતતા રહો...
ઈસને-બોલા
ઉસને-બોલા
ઐસે-બોલા
કૈસે-બોલા
ક્યું-બોલા
કબ-બોલા
કહાં-બોલા
તૂ-બોલા
વો-બોલા
યે-બોલા
સબને-બોલા
જુઠ-બોલા...
- આ તમામ વાયરસો પેલા 'ઈ-બોલા' વાયરસ કરતાં વધારે ખતરનાક છે... જનહિતમાં જારી.
•
એક દિવસ ચંગુના મામા તેના ઘરે આવ્યા. તેમણે તો ચંગુની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે તેનામાં કેટલી બુદ્ધી છે.
ચંગુના મામાએ કહ્યુંઃ ચંગુ, તું મારા એક અઘરા સવાલનો જવાબ આપવાનું પસંદ કરીશ કે બે સહેલા સવાલોના જવાબ આપવાનું પસંદ કરીશ? હું તને ઇનામમાં એકસો રૂપિયા આપીશ.
ચંગુએ કહ્યુંઃ મને અઘરો સવાલ પૂછો.
મામાએ પૂછ્યુંઃ ચંગુ, મને કહે જોઈએ પહેલા મરઘી કે પહેલાં ઇંડું?
ચંગુએ કહ્યુંઃ પહેલા એકસો રૂપિયા આપો, પછી જવાબ આપીશ.
તરત જ મામાએ તેના હાથમાં એકસો રૂપિયા મૂકી દીધા.
ચંગૂએ સો રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકતાં કહ્યુંઃ પહેલાં ઈંડું...
મામએ પૂછ્યુંઃ કઈ રીતે?
ચંગુએ કહ્યુંઃ મામા, હવે તમે મને બીજો સવાલ પૂછી રહ્યા છો, જ્યારે આપણે તો એક જ સવાલ પૂછવાની વાત થઈ હતી.
•
ચંગુ અને ચંપા ટેક્સીમાં જઈ રહ્યાં હતાં. એમાં અચાનક જ ડ્રાઇવરે ટેક્સી ઊભી રાખી.
એમાં પાછળની સીટ પર બેઠેલો ચંગુ ડ્રાઇવર પર ચિડાઈ ગયો.
ચંગુઃ આમ અચાનક જ ટેક્સી રસ્તાની વચ્ચે અટકાવવાની શી જરૂર હતી? સામે કોઈ હતું તો નહીં.
ટેક્સીવાળોઃ સાહેબ, તમારી બાજુમાં બેઠેલાં મેડમે આટલું જોરથી તો કહ્યું કે સ્ટોપ ઇટ. ન રોકત તો મારે તેમની વઢ ખાવાનો વારો આવત.
વચ્ચે ચંપા બોલીઃ મેં સ્ટોપ ઇટ તને નહીં... મારા વરને કહ્યું હતું, તેને બોલતો અટકાવવા માટે... તું તારે ચલાવ.
