રમેશના શહેરમાં ભૂકંપ આવ્યો, પરંતુ સદભાગ્યે આખું કુટુંબ બચી ગયું.
બહુ જ ગભરાયેલા રમેશે તેના બંને છોકરાંને પોતાના દોસ્ત સુરેશના ઘરે મુંબઈ મોકલી દીધા.
ત્રણ દિવસ પછી કંટાળેલા સુરેશે રમેશને ફોન કર્યો અને કહ્યું, ‘તારા છોકરાઓને ઘરે પાછા મોકલું છું, તું ઈચ્છે તો અહીંયા ભૂકંપ મોકલ.’
•
ચિન્ટુઃ મમ્મી, ગાંધીજીના માથામાં કેમ એક પણ વાળ નહોતા?
ચંપા આ સવાલથી મૂંઝાઈ ગઈ. છેલ્લે ચિન્ટુને પટાવવા તેણે અમસ્તાં જ કહ્યુંઃ કારણ કે તેઓ હંમેશા સાચું જ બોલતાં હતાં.
ચિન્ટુઃ ઓહ ઓકે, હવે સમજાયું કે છોકરીઓના વાળ કેમ આટલા લાંબા હોય છે!
•
રસ્તે ચાલતા જઇ રહેલા રાજુને એક યુવાને પૂછ્યુંઃ જો હું આ ફુટપાથ પર સીધે-સીધે ચાલ્યો જઇશ તો સરકારી દવાખાને પહોંચી જઈશ?
રાજુઃ ના, આ માટે તો તમારે આ રસ્તાથી વચ્ચોવચ્ચ ચાલવું પડશે, તમે ઘણા જલ્દી સરકારી દવાખાને પહોંચી જશો?
•
પત્નીઃ જાનુ, ક્યા મૈં તુમ્હારે સપનોં મેં
આતી હું?
પતિઃ નહીં કયું કિ મૈં તો હનુમાન ચાલીસા કા પાઠ કરકે હી સોતા હું!
•
શેઠઃ માળી ઓ માળી, ક્યાં ગયો? ચાલ બગીચામાં છોડને પાણી પીવડાવ...
માળીઃ પણ શેઠ, અત્યારે તો વરસાદ વરસી રહ્યો છેને!
શેઠઃ કામ ન કરવાના બહાનાં ન કાઢ, વરસાદ પડે છે તો મારી છત્રી ઓઢીને છોડને પાણી પીવડાવ.
•
ચંપાઃ તમારી દૃષ્ટિએ દુનિયાની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કોણ?
ચંગુઃ હું મારાં પોતાનાં વખાણ નથી કરતો.
ચંપાઃ અચ્છા, તો પછી તમારી દૃષ્ટિએ દુનિયાની સૌથી બેવકૂફ વ્યક્તિ કોણ?
ચંગુઃ હું એ કહીને તારું દિલ તોડવા નથી માંગતો.
•
એક વાર એક જહાજ ડૂબી રહ્યું હતું. તેમાં એક કંજૂસ પણ બેઠો હતો.
આવા ટાઈમે કંજુસ હસતો હતો તો તેના દોસ્તે પૂછ્યુંઃ ઓય, તું હસે છે કેમ?
કંજુસઃ ભગવાનનો પાડ માનું કે મેં જહાજની રિટર્ન ટિકીટ નથી લીધી.
•
એક વાર સંતા ચૌદ માળની બિલ્ડીંગથી નીચે પડ્યો.
પડતી વખતે તેને પોતાના ઘરની બારીમાં તેની પત્નીને રાંધતા જોઈ.
સંતાએ જોરથી બૂમ પાડતા કહ્યુંઃ ઓયે, આજે મારું જમવાનું ના બનાવતી.
•
મહિલા દિવસ' ઉજવતી તમામ હાઇ-ફાઇ, સોફીસ્ટીકેટેડ, ફેશનેબલ, આધુનિક અને સ્વતંત્રમિજાજી નારીઓને એક સવાલઃ
'તમારામાંથી કેટલી મહિલાએ મહિલા-દિવસે પોતાની કામવાળીને અડધા દિવસની રજા આપી?'
•
અમિતે સુમિતને કહ્યું લગ્ન પહેલાં ભગવાનને પ્રાર્થના કરી હતી કે સારું બનાવે તેવી પત્ની આપજે.
સુમિતઃ તો ભગવાને તારી પ્રાર્થના સાંભળી કે નહીં?
અમિતઃ સાંભળી લીધી યાર!
સુમિતઃ તો પછી ઉદાસ કેમ છે?
અમિતઃ હું ‘ખાવાનું’ કહેવાનું ભૂલી ગયો હતો.
•
