હળવે હૈયે...

જોક્સ

Wednesday 09th May 2018 07:11 EDT
 

ચંપાઃ લીલી, તું રોજ સવાર-બપોર-સાંજ તારા પતિને ફોન કર્યા કરે છે, વેકેશન કરવા આવી છે કે ફોન કરવા?
લીલીઃ વેકેશન કરવા જ આવી છું, પણ પે’લાને ખબર પડવી જોઈને કે ટાઈગર અભી જિંદા હૈ, સિર્ફ માયકે ગયા હૈ...

ભુરોઃ દોસ્ત, હું તને જિંદગીનું એક સત્ય સમજાવું?
જિગોઃ બોલ...
ભૂરોઃ જ્યારે પણ પત્ની પૂછે કે શું કહ્યું? ત્યારે સમજી જવું કે કે તેણે આપણને વાક્યરચના સુધારવાની એક તક આપી છે.

જિગોઃ સાલું મારું એક જ બાજુનું માથું દુઃખે છે. લાગે છે ડોક્ટર પાસે ચેક કરાવવું પડશે.
ભુરોઃ એમાં શું ચેક કરાવવાનું? જેટલું હોય એટલું જ દુઃખે ને...

શિક્ષકઃ કયા ઘન અને પ્રવાહી પદાર્થને ભેગા કરવાથી વાયુ બને છે?
બકોઃ સાહેબ, રસાવાળા બટાકા.

લાલોઃ કહું છું સાંભળે છે, આંગણામાં કૂતરું આવ્યું છે. રોટલી નાંખ.
લીલીઃ ઘરમાં રોટલી નથી.
લાલોઃ તો પછી લાકડી લાવ... આપણા ઘરેથી કોઈ કંઈ ખાધા વગર ન જવું જોઈએ.

મમ્મીઃ શું કરે છે બેટા?
પુત્રઃ મમ્મી વાંચું છું.
મમ્મીઃ શું વાંચે છે?
પુત્રઃ તમારી થનારી વહુના વોટ્સએપ મેસેજ...

જિગો શાક લેવા ગયો ત્યારે શાકવાળો બધા શાકભાજી ઊપર પાણી છાંટતો હતો. જિગો દસ મિનિટ ઊભો રહ્યો.
શાકવાળોઃ હવે બોલો, શું જોઈએ તમારે?
જિગોઃ બધા ભાનમાં આવી ગયા હોય તો કિલો ભીંડા અને બે કિલો બટેકાં, કિલો ટામેટાં આપી દે.

લલ્લુ દરરોજ રાત્રે સૂતાં પહેલાં ખાંડનો ડબ્બો ખોલતો અને પછી બંધ કરીને સૂઈ જતો.
તે ક્યારેય ખાંડનો દાણો ચાખતો પણ નહીં, બસ એમ જ ડબ્બો ખોલતો, બંધ કરતો અને સૂઈ જતો.
લાલી આ બધું રોજ જોતી.
એક દિવસ તેનાથી રહેવાયું નહીં એટલે પૂછી જ લીધુંઃ તમે દરરોજ આ ખાંડનો ડબ્બો ખોલીને શું ચેક કરો છો?
લલ્લુએ જવાબ આપ્યોઃ ડોક્ટરે રોજ સૂતા પહેલાં શુગર ચેક કરવાનું કહ્યું છે.

ચંગુએ ચંપાને જોઇને શાહરુખ ખાનની સ્ટાઇલમાં ગીત લલકાર્યુંઃ તુજ મેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું?
ચંપાઃ બે હાથ જોડ, દર્શન કર, દાનના પૈસા મૂક અને આગળ હાલતો થા.

કનુઃ અલ્યા મનિયા કોઈ ફિલોસોફરની જેમ પોઝ આપીને કેમ બેઠો છે?
મનુઃ અલ્યા જોરદાર થોટ આયો છે મગજમાં.
કનુઃ શું જલ્દી બોલને?
મનુઃ કેમેરાના લેન્સ ગોળ હોય છે તો પછી ફોટો ચોરસ કે લંબચોરસ કેવી રીતે આવે છે.

ચંપા અને ચંગુ વાતો કરી રહ્યાં હતાં.
ચંગુઃ તને ખબર છે કે દિલને સૌથી વધુ ચોટ ક્યારે લાગે છે?
ચંપાઃ સાચું કહું? ક્યારે લાગે છે?
ચંગુઃ હા કહે...
ચંપાઃ જ્યારે આપણે ચાર્જિંગમાં ફોન લગાવીને બે કલાક માટે ઘરના કામે ગયા હોઇએ અને પાછા આવીને જોઇએ ત્યારે ખબર પડે કે પાવરનું બટન તો ઓન કરવાનું જ રહી જ ગયું હતું...


comments powered by Disqus