ડ્રગ્સ વેચવા ટીનેજરોના ઉપયોગ બદલ ૧૪ વર્ષની જેલ

Monday 22nd October 2018 08:06 EDT
 
 

લંડનઃ ‘કાઉન્ટી લાઈન્સ’ ઓપરેશનમાં ક્રેક કોકેન અને હેરોઈન જેવા ડ્રગ્સ વેચવા માટે બાળકોની હેરાફેરી કરનારા ૨૧ વર્ષીય ઝકરીયા મોહમ્મદને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૪ વર્ષની જેલ કરી હતી. બાળકોની હેરાફેરી માટે ગુલામીના આધુનિક કાયદા હેઠળ બ્રિટનમાં ડ્રગ ડિલર દોષિત થયો હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો. બર્મિંગહામથી ૧૦૦ માઈલ દૂર આવેલા લિંકોન સુધી તેનું ડ્રગ નેટવર્ક વિસ્તારવા માટે તેણે સ્થાનિક જરૂરતમંદ બાળકોની ભરતી કરી હતી. ગૂમ થયેલા ૧૫ વર્ષના બે ટીનેજર ગંદા અને ઠંડા ફ્લેટમાંથી મળી આવ્યા પછી તે ઝડપાયો હતો.  ડ્રગ્સ અને રોકડ રકમની હેરાફેરી માટે ટીનેજરોના ઉપયોગને ‘કાઉન્ટી લાઈન્સ’ સિસ્ટમ તરીકે ઓળખાય છે.  


comments powered by Disqus