પરિવારજનોની સામે પત્નીને મારતા ઉબેર ડ્રાઈવરને જેલ

Wednesday 10th October 2018 08:14 EDT
 
 

લંડનઃ પત્નીને માર મારતા દ્રશ્યોનું વીડિયો દ્વારા લાઈવ સ્ટ્રીમીંગ કરીને પાકિસ્તાનમાં તેના પરિવારજનોને દેખાડનારા ઉબેરના ૩૮ વર્ષીય ડ્રાઈવર રહેમાન ઉલ્લાહને ૧૪ મહિનાની જેલની સજા કરાઈ હતી. તેણે વીડિયોમાં ‘હું આજે તેને મારી નાંખીશ’ એમ પણ જણાવ્યું હતું. તેણે ગભરાઈ ગયેલી ૩૪ વર્ષીય પત્ની રઝા પર કિચન નાઈફથી હુમલો કરતો હોય તેવું નાટક પણ કર્યું હતું.
પત્ની પર હુમલો કરવાના દોષિત ઠરેલા બે સંતાનોના પિતાએ અગાઉ મે મહિનામાં સાઉથ લંડનના ક્રોયડનમાં તેઓ જ્યાં રહેતા હતા ત્યાં રઝાને શારીરિક ઈજા પહોંચાડી હતી. રઝા ટેસ્કોમાં મેનેજર તરીકે કામ કરે છે. બન્નેના લગ્નને ૧૩ વર્ષ થયાં છે. પરંતુ, આ હુમલાના એક વર્ષ અગાઉ તેઓ અલગ થયા હતા.


comments powered by Disqus