બાળકો દ્વારા વેબ પર ડ્રગ્સ અને શસ્ત્રોના ઓર્ડર બાદ ચેતવણી

Wednesday 10th October 2018 08:04 EDT
 

લંડનઃ બાળકોએ ડ્રગ્સ અથવા શસ્ત્રો ઓનલાઈન ખરીદ્યા હોય અને તેમના ઘરેતેની ડિલિવરી મેળવી હોય તો તે જાણવા માટે પોલીસ પેરેન્ટ્સનો સંપર્ક કરી રહી છે.
નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) ડ્રગ્સનું વેચાણ કરનારા પાસેથી ગ્રાહકોના સરનામાની મળેલી માહિતીના આધારે મકાનમાલિકો અને એમ્પ્લોયર્સને પત્રો પાઠવી રહી છે. NCA માને છે કે આવી પ્રતિબંધિત વસ્તુઓ મેળવવા માટે તેમના બિલ્ડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે તેનો કદાચ તે લોકોને ખ્યાલ પણ નહીં હોય.
સ્કૂલમાં અભ્યાસ કરતા બેલી ગ્વેઈનની હત્યા બાદ આ ચેતવણી આપવામાં આવી રહી છે. ૧૮ વર્ષના યુવકે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન નાઈફ ખરીદી હતી અને પોતાની માતાના ગાર્ડન શેડમાં તેની ડિલિવરી લીધી હતી.


comments powered by Disqus