હળવે હૈયે...

જોક્સ

Wednesday 10th October 2018 08:47 EDT
 

ફિઝિક્સના નિયમ મુજબ કોઈ પણ વસ્તુને ઉપાડવા કરતાં સરકાવવાનું હંમેશા સરળ હોય છે.
દા.ત. જવાબદારી.

મમ્મીએ તેના ટેણિયાને ધમકાવતા કહ્યુંઃ ઘરમાં હંમેશા નિયમથી રહેવું જોઈએ. તારે મારી બધી જ વાત માનવી પડશે.
ટેણિયાએ ધીમેથી કહ્યુંઃ હું સમજી ગયો, મમ્મી. હવેથી હું પણ પપ્પાની જેમ જ રહીશ.

સુરેશે રમેશને પૂછ્યુંઃ જો એક વાઘ તારી પત્ની અને સાસુ બંને પર એક સાથે હુમલો કરે તો તું કોને બચાવીશ?
રમેશઃ હું તો વાઘને બચાવીશ. આમેય બહુ ઓછા વાઘ બચ્યા છે.

ટીચર (પપ્પુના પિતાને)ઃ તમારો દીકરો ફેઇલ થઈ ગયો છે. જુઓ એનું રિપોર્ટ કાર્ડ... ઈંગ્લિશ - ૨૦, ગણિત - ૧૫, હિન્દી - ૧૮, ફિઝિક્સ - ૧૩, કેમિસ્ટ્રી - ૧૫, ટોટલ - ૮૧
પપ્પાઃ અરે વાહ, ટોટલમાં તો બહુ સારું રિઝલ્ટ આવ્યું છે ને... એ વિષયના ટીચર કોણ છે?

ટીચર (ગુસ્સામાં)ઃ તું કોલેજ કેમ આવે છે?
વિનોદઃ વિદ્યા માટે આવું છું.
ટીચરઃ તો પછી તું અત્યારે કેમ ઊંઘતો હતો?
વિનોદઃ આજે વિદ્યા નથી આવી એટલે...

પતિએ પત્નીને કહ્યુંઃ જો એક મહાન લેખકે લખ્યું છે કે પતિને પણ ઘરની દરેક બાબતમાં બોલવાનો હક્ક હોવો જોઈએ.
પત્નીઃ જોયું, એ મહાન લેખક પણ માત્ર લખી જ શક્યો છે, બોલી તો નથી જ શક્યો.

પતિઃ સવારે તો તું કહેતી હતી કે રાત્રે જમવામાં બે ઓપ્શન હશે, અત્યારે તો એક જ શાક છે.
પત્નીઃ હા, પણ ઓપ્શન તો બે જ છે.
પતિઃ કેવી રીતે?
પત્નીઃ એક, ખાવું હોય તો ખાવ. અને બીજું, નહીંતર તેલ પીવા જાવ.

ભૂરોઃ લગ્ન એટલે શું?
રાજુઃ લગ્ન એટલે અનોખી દુર્ઘટના...
ભૂરોઃ કેમ અનોખી દુર્ઘટના?
રાજુઃ આ એક જ દુર્ઘટના એવી છે જેમાં વાગ્યાં પહેલા હળદર લગાવવામાં આવે છે.

ચંપાઃ મેં એવું સાંભળ્યું કે પતિ અને પત્નીને સ્વર્ગમાં સાથે નથી રહેવા દેતા.
જિગોઃ હા, સાચી વાત છે.
ચંપાઃ પણ એવું કેમ?
જિગોઃ એ સ્વર્ગ છે ને એટલે...

શિક્ષકઃ ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મૂક્યો?
ભૂરોઃ નીલ આર્મસ્ટ્રોંગે...
શિક્ષકઃ વાહ, તો બીજો પગ કોણે મૂક્યો?
ભૂરોઃ નીલ આર્મસ્ટ્રોંગે જ મૂક્યો હોય ને... એ કંઇ થોડો લગંડી રમવા થોડો ગયો હશે.

ભૂરોઃ ડોક્ટર સાહેબ, હું ઊંઘી જાઉં છું ત્યારે સપનામાં મને વાંદરા ફૂટબોલ મેચ રમતા હોય તેવું દેખાય છે.
ડોક્ટરઃ બીજું કંઈ થાય છે?
ભૂરોઃ ના...
ડોક્ટરઃ સારું, આ બે ગોળી લખી આપું છું. રાત્રે ઊંઘતા પહેલાં ગળી લેજો.
ભૂરોઃ કાલથી લઉં તો ચાલે?
ડોક્ટરઃ કેમ?
ભૂરોઃ આજે ફાઈનલ મેચ છે.

પત્ની: મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પુરુષને રૂપ રૂપના અંબાર જેવી અપ્સરા મળે છે. તો અમને સ્ત્રીઓને શું મળતું હશે?'
કવિ: અરે કુછ નહીં... ભગવાન કેવલ દુખિયોં કો દેખતા હૈ !!’


comments powered by Disqus