એક દાદાએ એક દિવસ વિચાર્યું કે તેમના પત્નીને હવે ઉંમરની અસર વર્તાય છે આથી પૂરતું સંભળાતું નથી. આ ચેક કરવા માટે એક દિવસ તે તેની પાછળ ગયા અને બોલ્યા, ‘જાનુ, શું તું મને સાંભળી શકે છે?’
કોઈ રિપ્લાય ન આવ્યો. દાદા થોડાક વધારે નજીક ગયા અને બોલ્યાઃ જાનુ, તને મારો અવાજ આવે છે?
આ વખતે પણ કંઈ જ રિપ્લાય ન આવ્યો. એટલે દાદા સાવ નજીક ગયા અને ફરીથી પૂછ્યુંઃ ‘જાનુ મારો અવાજ...?!’
દાદી એકદમ અકળાઈને બોલ્યાંઃ બહેરા થઈ ગયા છો કે શું? ત્રણ વખત મેં હા પાડી તમને. હવે ફરીથી જો પુછશો તો આવી બન્યું છે તમારું!’
•
ચિંટુઃ પપ્પા મારે લગ્ન કરવાં છે.
પપ્પાઃ પહેલાં સોરી બોલ.
ચિંટુઃ પણ કેમ?
પપ્પાઃ કહ્યુંને સોરી બોલ.
ચિંટુઃ પણ કેમ એ તો કહો.
પપ્પાઃ તને કહ્યું ને પહેલાં સોરી કહે.
ચિંટુઃ સારું, સોરી બસ, હવે તો કહો.
પપ્પાઃ હવે તું લગ્નને લાયક કહેવાય. કોઈ પણ કારણ વગર સોરી બોલતાં આવડી જાય એટલે જ લગ્નને લાયક કહેવાય.
•
પત્નીઃ આ રોજ-રોજની માથાકૂટથી હું હવે કંટાળી ગઈ છું. હવે મને લાગે છે કે, છૂટાછેડા લઈ જ લેવા જોઈએ.
પતિઃ સારું ચાલ તો પહેલાં આ ચોકલેટ
ખાઈ લે.
પત્ની (રોમેન્ટિક અંદાજમાં)ઃ મને મનાવી રહ્યા છો તમે?
પતિઃ ના રે, આ તો મારાં મમ્મી હંમેશા કહે કે કોઈ પણ સારું કામ કરતાં પહેલાં મોં મીઠું કરવું જોઈએ.
•
પત્રકારઃ તમારા સુખી લગ્નજીવનનું રહસ્ય જણાવશો સર.
પતિઃ હમમમમ....
પત્રકારઃ કહોને સર.
પતિઃ હમમમમ....
પત્રકારઃ શરમાઓ છો શું કામ સર.
પતિઃ અરે ભાઈ, મારું આ મૌન જ મારા સુખી લગ્નજીવનનું રહસ્ય છે.
•
ભગોઃ બાબા પત્ની, અર્ધાંગિની, ભાર્યા, બીવી, વાઇફ આ બધામાં ફરક શું.
બાબાઃ વત્સ, આ બધો માત્ર વહેમ જ છે. એક મુસીબતના અલગ-અલગ નામ છે.
•
એક ટ્રાફિક સિગ્નલ પાસે એક મેડમની કાર બંધ થઈ ગઈ...
સિગ્નલ ઓરેન્જ પછી ગ્રીન થયું છતાં કાર ચાલુ ના થઈ. ગ્રીન પછી રેડ, પછી ઓરેન્જ, ગ્રીન... ફરી પછી રેડ, રેડ પછી ફરી ઓરેન્જ અને પછી ફરી ગ્રીન લાઇટ થઇ છતાં કાર ત્યાં જ ઊભી હતી. પાછળનાં વાહનો પોંપોં-પીંપીં કરવા લાગ્યાં.
એક હવાલદાર મેડમ પાસે જઈને પૂછવા લાગ્યાઃ ‘શું થ્યું મેડમ, એકેય કલર પસંદ નો આયવો?’
•
એકઃ હલ્લો બકા, શું ચાલે?
બીજોઃ બસ જો, શાંતિ છે...
એકઃ યાર, એક કામ હતું.
બીજોઃ હા તો કરી લે ને, પછી વાત કરશું!
•
ટિચરઃ કિતને સાલ કે હો?
પપ્પુઃ રજીસ્ટર મેં દેખ લો.
ટિચરઃ કહાં કે હો?
પપ્પુઃ રેકર્ડ મેં દેખ લો.
ટિચરઃ સબ સે જ્યાદા પ્યાર કિસે કરતે હો? માતા સે યા પિતા સે?
પપ્પુઃ દિલ સે પૂછ લો?
ટિચરઃ કહાં હૈ તેરા દિલ?
પપ્પુઃ અપની બેટી સે પૂછ લો!
