હળવે હૈયે...

જોક્સ

Wednesday 12th December 2018 06:02 EST
 

ભૂરોઃ હું તારી ઉપર ગુસ્સે થાઉં તો તું તારો ગુસ્સો ક્યાં કાઢે છે?
ચંપાઃ ટોઇલેટ સાફ કરીને...
ભૂરો (હસતાં હસતાં)ઃ તુંય ખરી છો... આમાં કઇ રીતે ગુસ્સો ઓછો થાય?
ચંપાઃ હું તમારા ટૂથબ્રશથી ટોઇલેટ સાફ કરું છું...

લલ્લુએ તેની પત્નીને તેના જ એક મિત્ર સાથે પ્રેમ કરતાં પકડી પાડી.
લલ્લુ એટલો બધો ગુસ્સે ભરાયો કે મિત્રને ગોળી મારી દીધી.
પહેલાં તો સન્નાટો છવાઈ ગયો અને પછી પત્ની જોરથી બોલી, ‘જરા ગુસ્સા પર કાબુ રાખતાં શીખો. નહીંતર એક દિવસ તમે તમારા બધા દોસ્તાર ગુમાવી દેશો.’

ચંપાએ ચિન્ટુને સવારે ઊઠાડતી વખતે કહ્યુંઃ ઊઠ મારા લાલ. જો સૂરજદાદા ક્યારના ઊઠી ગયા છે.
ચિન્ટુઃ તો શું થયું મમ્મી? તેઓ મારા કરતાં પહેલાં સુવે છે ને...

સસલું દોડે, કૂદકા મારે, ભાગમભાગ કરે તો પણ જીવે કેટલું? માત્ર ૧૫ વર્ષ.
જ્યારે કાચબો જરાય ભાગદોડ ન કરે છતાં જીવે છે ૩૦૦ વર્ષ.
તાત્પર્યઃ કસરત છોડો. આખો દિવસ ઘોરો.
- સત્યવચન બાય બાબા આરામદેવ

ગર્લફ્રેન્ડઃ દરિયામાં ચળકતું ટપકું જોવા મળે એને શું કહેવાય?
બોયફ્રેન્ડઃ મોતી.
ગર્લફ્રેન્ડઃ અને આંખોમાં ચળકતું ટપકું હોય એને?
બોયફ્રેન્ડઃ મોતિયો...

રાજુઃ મને વાંક વગર લાફો કેમ માર્યો?
ભૂરોઃ લે તું તો ક્યારેય વાંકમાં આવતો જ નથી... તો શું મારે રાહ જોઇને બેસી રહેવાનું.

ચંપકઃ તમારા પપ્પાની તાકાત છે મને કાર અપાવવાની તો હું તારી સાથે લગ્ન કરું.
ચંપાઃ મારા પપ્પાની તાકાત તો પ્લેન લઇ આપવાની છે, તારા પપ્પાની તાકાત છે તને એરપોર્ટ બનાવી આપવાની?!

ચંપાઃ મારે ખૂબ જ હોંશિયાર અને સમજદાર છોકરા સાથે લગ્ન કરવા છે.
ભૂરોઃ હોંશિયાર છોકરા લગ્ન જ નથી કરતા... એટલે જ તો તે હોંશિયાર કહેવાય છે.

એક ગુજરાતી સારા કર્મોને લીધે સ્વર્ગમાં પહોંચ્યો...
ચિત્રગુપ્તઃ સ્વર્ગમાં તારું સ્વાગત છે, વત્સ! બોલ, તને અહીં કોને મળવું ગમશે?
ગુજરાતીઃ અમારે નીચે ધરતી પર એમ કે’વાય છે કે લગન તો સ્વર્ગમાં નક્કી થાય છે. મારે આ લગન કરનારને જ મળવું છે. ક્યાં છે એ મને બતાવો!

યુવાનીમાં વધારે ભાવ ખાતી છોકરીઓ પછીથી શાદી ડોટકોમ પર છોકરા શોધાશોધ કરતી હોય છે.

છોકરીઓ હવે કમાવાનું શીખી ગઈ છે.
બસ હવે છોકરાઓ શરમાઈને ચાની ટ્રે લાવતા શીખી જાય.

મોનાઃ હું મારું પર્સ ઘરે ભૂલી આવી છું... મને ૨૦૦૦ રૂપિયાની જરૂર છે... પ્લીઝ આપને!
મિતેશઃ આ લે ૨૦ રૂપિયા, અને ઘરે જઈ પર્સ લઈ આવ.


comments powered by Disqus