૧૯૯૪: તિહારમાં કોન્ડોમ પર પ્રતિબંધ લાદી દેવાતાં એબીવીએ નામની સ્વૈચ્છિક સંસ્થા સહિતની એનજીઓએ દિલ્હી હાઇ કોર્ટમાં કલમ ૩૭૭ નાબૂદ કરવાની માગ કરતી અરજી કરી.
૨૦૦૧: નાઝ ફાઉન્ડેશન દ્વારા કલમ ૩૭૭ નાબૂદ કરવા દિલ્હી હાઇ કોર્ટમાં અરજી.
૨૦૦૪થી ૨૦૦૮: • કોર્ટે પીટિશન રદ કરી • એક્ટિવિસ્ટોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી • ભારત સરકારનાં મંત્રાલયોએ વિરોધાભાસી સોગંદનામાં રજૂ કર્યાં • સુપ્રીમ કોર્ટે અનૈતિકતાની દલીલ ફગાવી
• સરકારે કહ્યું સંસદને નિર્ણય લેવા દો.
૨ જુલાઇ ૨૦૦૯: દિલ્હી હાઇ કોર્ટે સજાતીયતાને અપરાધમાંથી મુક્તિ આપી.
૨૦૦૯થી ૨૦૧૨: ધાર્મિક સંગઠનો, વ્યક્તિઓએ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
૨૦૧૫: સજાતીયતાને અપરાધમાંથી મુક્તિની માગ કરતા કોંગ્રેસના સાંસદ શશિ થરુરના ખરડાને લોકસભાએ નકાર્યો.
જાન્યુઆરી ૨૦૧૮: સુપ્રીમ કોર્ટે ૨૦૧૩ના ચુકાદા પર પુનઃવિચાર માટે બંધારણીય બેન્ચને જવાબદારી આપી.
જુલાઇ ૨૦૧૮: સરકારે કહ્યું સુપ્રીમ કોર્ટ ડહાપણથી નિર્ણય લે.

