વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર બિરાજતા સમલૈંગિક મહાનુભાવો

Wednesday 12th September 2018 07:01 EDT
 
 

• સર્બિયાના વડા પ્રધાન એના બેન્નાબિચ

સર્બિયાના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝેન્ડર વુચિચે જૂન ૨૦૧૭માં સમલૈંગિક એના બેન્નાબિચને દેશના વડા પ્રધાન તરીકે પસંદ કર્યા હતા. રૂઢિવાદી દેશ સર્બિયામાં આ પગલાંને વિરાટ સાહસ માનવામાં આવે છે. ૪૧ વર્ષનાં બેન્નાબિચે ઇંગ્લેન્ડની હલ યુનિર્વિસટીમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. અમેરિકામાંથી વર્ષ ૨૦૦૧માં માર્કેટિંગમાં એમબીએ કર્યું છે. તેઓ બાલ્કન દેશનાં પ્રથમ સમલૈંગિક વડાં પ્રધાન છે. તેમને દેશની પ્રથમ મહિલા સમલૈંગિક પ્રધાન માનવામાં આવે છે. તેમની પાસે લોકપ્રશાસન મંત્રાલયની જવાબદારી છે.

• આયરલેન્ડના વડા પ્રધાન લિયો વરાડકર
ભારતવંશી અને મહારાષ્ટ્રના વતની એવા આયરલેન્ડના ૩૮ વર્ષીય વડા પ્રધાન લિયો વરાડકર જાહેરમાં સ્વીકાર કરી ચૂક્યા છે કે, તેઓ સમલૈંગિક છે. તેમનો પરિવાર મુંબઈમાં રહે છે. વરાડકર વડા પ્રધાન બન્યા ત્યારે તેમના પરિવારે સેલિબ્રેશન કર્યું હતું. આયરલેન્ડમાં સમલૈંગિક લગ્ન માન્ય છે જ્યારે લિયો આ દિશામાં સુધારા કરવા માટે કામ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧માં આયરલેન્ડમાં જનમતથી લગ્નને મંજૂરી આપવામાં આવી છે.

• લક્ઝમબર્ગના વડા પ્રધાન જેવિયર બેટેલ
લક્ઝમબર્ગના ૪૪ વર્ષીય વડા પ્રધાન જેવિયર બેટેલે વર્ષ ૨૦૧૫માં પોતાના સમલૈંગિક પાર્ટનર ગોથર ડેસ્ટેની સાથે વિવાહ કર્યા હતા. બેટેલ સમલૈંગિક લગ્ન કરનાર યુરોપિયન યુનિયનના પ્રથમ લીડર હતા. બેટેલ બીજા વડા પ્રધાન છે જેણે પોતાના ગે પાર્ટનર સાથે લગ્ન કર્યા છે.

• આઇસલેન્ડના વડા પ્રધાન જોહાના
વર્ષ ૨૦૦૯ના ફેબ્રુઆરીમાં જોહાના આઇસલેન્ડના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા. આઇસલેન્ડના વડા પ્રધાન સિગુર્દારદોત્તીર કદાય દુનિયાના પ્રથમ એવા વડા પ્રધાન હશે જેણે વર્ષ ૨૦૧૦માં એક સમલૈંગિક સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૦માં જ્યારે તેઓ ૬૦ વર્ષના હતા ત્યારે સમલૈંગિકતાનો કાયદો લાગુ થયા બાદ એક લાંબા સમય પછી પોતાના પાર્ટનર યોનીના લિયોસત્તોર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૩માં તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો છે.


comments powered by Disqus