સાસુઃ મારી લાખ રૂપિયાની દીકરી આપી છે, તે એટલા માટે નહીં કે તમે એને હંમેશા ધિક્કારો.
જમાઈઃ કંઈ નહીં, જો તમને એ સોદો મંજૂર ન હોય તો પચાસ હજારમાં પાછી લઈ લો.
•
એક કંજુસ શેઠે તેના મુનિમને કહ્યું, તમોએ આ વર્ષે અતિ ચોકસાઈથી કામ કર્યું છે અને આપણી પેઢીને ઘણો નફો થયો છે. આથી એક મોટી રકમનો ચેક તમારા નામે લખ્યો છે, પણ જો તમે આવતા વર્ષે પણ આવું જ કામ કરશો તો, ચેક પર સહી પણ કરી દઈશ.
•
બસમાં એક પ્રોફેસર એક હાથમાં પુસ્તક અને બીજા હાથે સળિયો પકડીને ઊભા હતા. કંડક્ટર આવ્યો ત્યારે તેઓ મૂંઝાઈ ગયા.
કંડક્ટરઃ શું હું તમને કંઈ મદદ કરી શકું?
‘ઓહ, આભાર! હા, હા, હું ગજવામાંથી પૈસા કાઢું એટલી વાર આ સળિયો પકડી રાખો, જેથી હું પડી ન જાઉં’
•
કંજૂસાઈ માટે જાણીતા ચંગુએ એક દિવસ પોતાના દીકરા ચિન્ટુને બોલાવ્યો અને કહ્યુંઃ ચિન્ટુ, દરજીને ત્યાંથી મારો કોટ લઈ આવ્યો?
ચિન્ટુઃ ના, ટેલરકાકાએ કહ્યું છે કે સિલાઈના પૈસા નહીં લાવે ત્યાં સુધી કોટ નહીં મળે, જા. તારા પપ્પાને કહી દેજે.
ચંગુઃ પણ મેં તને નહોતું કહ્યું કે જ્યારે તેઓ પૈસાની વાત કરે ત્યારે તારે એમ કહી દેવાનું કે હું હમણાં નાનો છું એટલે પૈસા કેવી રીતે લાવું?
ચિન્ટુઃ મેં તેમને એમ જ કહ્યું, પણ તેમણે જવાબ આપ્યો કે કોઇ વાંધો નહીં, તું જ્યારે મોટો થઈને પૈસા લાવી શકે ત્યારે કોટ લઈ જજે.
•
છોકરીવાળાઃ અમને છોકરો પસંદ નથી
છોકરાવાળાઃ પસંદ તો અમને પણ નથી, તો શું ઘરમાંથી કાઢી મૂકીએ?
•
ભૂરોઃ કોઈ એમ કહે કે મારી પત્ની આરસની મૂર્તિ છે તો ઈર્ષા કરવી નહીં.
રાજુઃ કેમ?
ભૂરોઃ ઘણા લોકો ‘ળને બદલે ‘ર’ બોલતાં હોય છે
•
બધી જ સ્ત્રીઓ સવારે એક મહા ધર્મસંકટમાં હોય છે...
પહેલા ચા બનાવું કે વ્હોટ્સ એપ ખોલું?
•
જીવનની તાજ્જી વ્યાખ્યા
સવાલઃ જીવન શું છે?
જવાબઃ મોબાઈલમાંથી બચેલો સમય
•
એક કાકા ૧૦૬ વર્ષ પછી સ્વર્ગમાં ગયા. જતાંવેંત જ એક અતિ સુંદર અપ્સરાએ હાથમાં વેલકમ ડ્રીન્ક તરીકે શુદ્ધ મદીરાનો ગ્લાસ આપ્યો અને કાકાને આલિંગન પણ દીધું. એટલું જ નહીં. કાકાનો હાથ પકડીને આખું સ્વર્ગ પણ બતાવ્યું.
કાકા તો બધી રોનક જોઈ આભા જ થઈ ગયા અને હૈયાવરાળ કાઢતાં બોલ્યા, ‘રામદેવ બાબાના ખોટા રવાડે ચડીને ૨૦ વરસ મોડું કર્યું.’
•
બે ઈજનેર એક ધ્વજપોલ નીચે ઊભા હતા. તેમણે પોલ (થાંભલા)ની ઊંચાઈ માપવાની હતી. આમ કરવું કેમ કરવું તે વિચારીને મૂંઝાતા હતા. ત્યાંથી એક ગામડીયો છોકરો પસાર થતો હતો. તેણે આ જોઇને પૂછ્યું, ‘શું કરો છો?’
ઈજનેર કહે, ‘અમારે પોલની ઊંચાઈ માપવી છે, પણ સિડી નથી, શું કરીએ?’
છોકરો કહે, ‘તમારા ટુલ બોક્સમાંથી એક પાનું આપો.’ તેણે પાનું વાપરીને પોલના બોલ્ટ ખોલી નાખ્યા. પોલને આડો કરી નાખ્યો અને મેજર ટેપ વડે માપી કહ્યું, ‘૧૮ ફૂટ ને ૬ ઈંચ.’
એ છોકરો તો જતો રહ્યો, પણ તેના પછી ગયા પછી ઇજનેરો માથું ખંજવાળતા બોલ્યા, ‘પણ આણે તો આડાઈ માપી. ઊંચાઈનું શું?’
