મમ્મીઃ પપ્પુ તારું આજનું પેપર કેવું ગયું?
પપ્પુઃ આજના પેપરમાં તો મને ફક્ત પાંચ જ માર્ક મળશે.
પપ્પુઃ ટીચરે પેપર શરૂ થાય એ પહેલાં જ કહી દીધું હતું કે સફાઈના પાંચ માર્ક મળશે.
•
નટખટ ફોન
‘હલો... પૂજા છે?’
‘ના.’
‘તો કરાવી લો ને!’
•
મરઘો અને મરઘી પ્રેમમાં હતા. અચાનક મરઘીનાં લગ્ન એક કાગડા જોડે નક્કી થઈ ગયાં. મરઘો રીસાઈ ગયો.
‘મારામાં શું કમી હતી?’
‘'એવું નથી બકા,’ મરઘીએ કહ્યું, ‘એકચ્યુલી, મમ્મીની ઈચ્છા હતી કે મૂરતિયો એર-ફોર્સમાં હોવો જોઈએ.’
•
લાખ ટકે કી
બાત બોલતા હું
જરા ધ્યાન સે સૂનના.
અગર પૈસે
પેડ પે ઉગતે તો...
તો...
તો...
તો...
લડકીયાં બંદરોં સે
સેટિંગ કર લેતીં !
•
પત્નીઃ તમે મને પ્રેમ કરો છો?
પતિઃ હા.
પત્નીઃ તો પછી મારી પરવા કેમ નથી કરતા?
પતિ’ પ્યાર કરનેવાલે કભી કિસી કી પરવા નહીં કરતે!
•
તમને તમારી પત્ની વધુ પ્રેમ કરે છે કે તમારો કૂતરો? જાણવા માટે આ પ્રયોગ કરો. બન્નેને અલગ અલગ રૂમમાં ત્રણ કલાક માટે પુરી દો. પછી દરવાજો ખોલીને જાતે ખાતરી કરો કે તમને જોઈને કોણ વધારે ખુશ થાય છે!
(સાવધાનઃ આ પ્રયોગ જાતે કરવો નહિ. માત્ર પ્રોફેશનલો જ આવો પ્રયોગ કરીને કૂતરા સાથે સુખી જિંદગી વિતાવી રહ્યા છે!)
•
પત્નીઃ લગ્નમાં છોકરો હંમેશા જમણી અને છોકરી ડાબી બાજુ કેમ બેસે છે?
પતિઃ નફા-નુકસાન ખાતામાં આવક હંમેશા જમણી બાજુ અને ખર્ચા ડાબી બાજુ લખાય છે એટલે.
•
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. પતિએ કંઈક પૂછ્યું. પત્નીએ જવાબ ન આપ્યો. પતિ ગુસ્સે થયો.
પતિઃ હું ક્યારનો તને કંઈ પૂછું છું, પણ જવાબ કેમ નથી આપતી?
પત્નીઃ હું વિચારું છું કે લગ્ન પહેલાં આ રીતે પૂછ્યું હોત તો કેટલી નિરાંત થઈ જાત!
•
કારમાં બેઠેલી મેડમને ભિખારી : ‘બહેનજી, ભગવાન કે નામ પે કુછ દે દો...’
મેડમ: ‘મેં તને ક્યાંક જોયો હોય તેવું લાગે છે...’
ભિખારી: ‘યસ મેડમ, ફેસબુક પર આપણે ફ્રેન્ડઝ છીએ...!’
•
સરઃ સમજ કે મેં તને ૧૦ લાડુ આપ્યા.
પપ્પુઃ તમે? મને?
સરઃ અરે હા. સમજને. એમાં તારા પપ્પાનું શું જાય છે?
પપ્પુઃ ઓકે સર....
સરઃ તો તારી પાસે ૧૦ લાડુ હતા એમાંથી પાંચ મેં લઈ લીધા તો તારી પાસે કેટલા વધ્યા?
પપ્પુઃ વીસ.
સરઃ કેવી રીતે?
પપ્પુઃ મારી જેમ તમેય સમજોને સર. એમાં તમારા પપ્પાનું શું જાય છે?
