મહેસાણા: ગણપત યુનિવર્સિટીના સ્થાપક સંવર્ધક અને ગુજરાતના પૂર્વ ઉદ્યોગ પ્રધાન અનિલભાઇ પટેલનું આઠમીએ વહેલી સવારે નિધન થયું હતું.
તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી ગ્રસ્ત હતા. તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે યુનિ.માં રાખવામાં આવ્યો હતો. ખેરવાથી તેમની અંતિમ યાત્રા મહેસાણા શહેરમાં પહોચી હતી. જનસમૂહે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ૮ માર્ચ ૧૯૪૪ના રોજ જન્મેલા અનિલભાઇએ ૧૧ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. એ પછી કડીમાં માધ્યમિક શિક્ષણ મેળવી વલ્લભ વિદ્યાનગર એન્જિનિયર થઇ અમેરિકામાં એમ.ટેકની ડિગ્રી મેળવી તેઓ દેશ પાછા ફર્યા અને ઉ.ગુમાં ઉચ્ચશિક્ષણના વિદ્યાશિલ્પીનું સ્થાન પામ્યા હતા.

