મોદી શનિવારે મોડી રાત્રે યુએઇ પહોંચ્યા હતા. આ તેમની બીજી મુલાકાત હતી. અગાઉ તેઓ ઓગસ્ટ ૨૦૧૫માં યુએઇ ગયા હતા. મોદીના પહોંચવાના એક દિવસ અગાઉ જ યુએઇ ત્રિરંગાના રંગમાં રંગાયેલું દેખાયું. યુએઇની બધી પ્રસિદ્ધ ઈમારતો પર ત્રિરંગાના રંગની રોશની શણગારાઈ હતી. આ પ્રથમ વખત એવું બન્યું હતું કે જ્યારે યુએઇએ કોઈ દેશના વડા પ્રધાનના સન્માનમાં તમામ ઈમારતોને એક સાથે રાષ્ટ્રધ્વજથી શણગારી છે. તેમાં બુર્જ ખલીફા, ફોટો ફ્રેમ અને એડીએનઓસી વગેરે સામેલ છે. એટલું જ નહીં સરકારે યુએઇના બધાં અખબારોમાં વેલકમ મોદીની જાહેરાત પણ છપાવી છે.
ભારતને આટલું મહત્ત્વ કેમ?
• યુએઇમાં ૩૩ લાખ ભારતીય છે. ભારત યુએઇનો બીજો મોટો ટ્રેડ પાર્ટનર છે. દર વર્ષે ૩.૪૧ લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે. કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટજિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ છે. • યુએઇ ભારતમાં ૪.૮૨ લાખ કરોડનું રોકાણ કરી રહ્યું છે. તે ઉપરાંત ભારત અને યુએઇ વચ્ચે દર અઠવાડિયે ૧૦૭૬ ફ્લાઇટ્સ, ૧૬ શહેરોની ઉડાન ભરે છે.

