બ્રિટિશ પાર્કિંગ એસો.ના પ્રથમ મહિલા પ્રમુખ અંજના પટેલ

- રાની સિંઘ Wednesday 14th February 2018 05:23 EST
 
 

પબ્લિક સર્વિસના પાર્કિંગ સેક્ટરમાં ભાગ્યે જ મહિલા એક્ઝિક્યુટિવ ફરજ બજાવતી જોવા મળે. તેવા એક છે અંજના પટેલ. તેઓ બ્રિટિશ પાર્કિંગ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. પાર્કિંગ સેક્ટરમાં ૫૦ ટકાથી વધુ મહિલા છે જોકે, ઉચ્ચ હોદ્દા પર હોય તેવી મહિલાઓની સંખ્યા વધુ નથી.
૧૯૭૦ના દાયકામાં યુગાન્ડાથી યુકે આવીને સહેજ પણ ઈંગ્લિશ ન બોલતા અંજના પટેલે સેન્ડવેલમાં રોડ સેફ્ટી એન્ડ પાર્કિંગમાં ૨૯ વર્ષ ફરજ બજાવી છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ પ્રિન્સિપાલ ઓફિસર છે. તેઓ આ જ સંસ્થાના ફેલો છે.  
ઘાયલ લશ્કરી જવાનો માટે ભંડોળ ઉઘરાવવા અંજનાએ પોતાની ચેરિટી (પારાસોલ)ની સ્થાપના કરી છે. ગોલ્ફ ડે, સ્પોન્સર્ડ વોક જેવા ઈવેન્ટ યોજીને તેમણે અત્યાર સુધીમાં ૧૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા છે. તેઓ રુમેટોઈડ આર્થ્રાઈટીસથી પીડાતા હોવા છતાં આ ઈવેન્ટ્સમાં ભાગ લે છે. પબ્લિક સર્વિસ માટે તેમને MBEનું સન્માન અપાયું છે.  
પાર્કિંગ પર વિશેષ ધ્યાન આપવાની બાબતે અંજનાબહેન પટેલે જણાવ્યું હતું, ‘થોડા સમય પહેલાની જ વાત છે. તે વખતે પાર્કિંગ ફ્રી અથવા ઓછા દરનું હતું. જમીન એક કોમોડિટી છે તે ખાનગી માલિકીની કે જાહેર માલિકીની હોય તેની અસરકારક જાળવણીની વ્યવસ્થા ઉભી કરવી પડે. કાઉન્સિલ કાર પાર્કમાં મેન્ટેનન્સ, બિઝનેસ રેટ્સ વગેરેમાં નાણાકીય ખર્ચ થાય. ખૂબ ઓછો ચાર્જ રાખવા પ્રયત્ન કરતી મોટાભાગની લોકલ ઓથોરિટીએ ચીલ્ડ્રન અને એડલ્ટ સર્વિસીસ જેવી વધુ મહત્ત્વની સર્વિસ પર દબાણ કર્યા વિના કામ કરવું પડે છે.
પાર્કિંગ સેક્ટરના પડકારો વિશે અંજનાબહેને જણાવ્યું હતું, ‘ઈનોવેશન અને ટેક્નોલોજીને લીધે ખર્ચ ઓછો રહે અને કાર પાર્કના સંચાલનના વધતા ખર્ચને પહોંચી વળાય તે સુનિશ્ચિત કરવું પડકારરૂપ છે. ટેક્નોલોજી અને કાર ઉત્પાદકો સાથે મળીને ઈંધણ ક્ષમતા સાથે એક જગ્યાથી બીજી જગ્યાની સરળ મુસાફરીમાં ડ્રાઈવરોને મદદરૂપ થવા કામ કરી રહ્યા છે તેનાથી પાર્કિંગ સેક્ટરમાં ઉત્સાહ છે. ટ્રાફિકનું સરળ સંચાલન અને ટ્રાફિકની ગીચતા ઓછામાં ઓછી થાય તે પણ તેઓ સુનિશ્ચિત કરવા માગે છે.  
એશિયન મહિલા હોવાથી તેમને જે પડકારોનો સામનો કરવો પડે છે તેના વિશે અંજનાબહેને જણાવ્યું હતું કે તેમને આ દેશમાં જ નહીં પરંતુ, ભારતમાં પણ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરિવર્તન આવી રહ્યું છે. તેમ છતાં એશિયન મહિલાઓને ઘરે તેમજ કામના સ્થળે કેટલાક અવરોધોનો સામનો કરવો પડે છે. તેઓ માને છે કે આજની મહિલાઓમાં વર્કલાઈફનું સંતુલન છે પરંતુ, તેના માટે તેને ભોગ આપવો પડે છે. ઘર અને ઓફિસ બન્નેના વાતાવરણ સાથે સાનુકુળ થવાના પ્રયત્ન માટેનું દબાણ તેમને લાચાર અને મદદ મેળવવા માટે અશક્ત બનાવી દે છે. મહત્ત્વાકાંક્ષા રાખતી મહિલાઓને આ તકલીફ વધારે પડે છે. કામકાજના સ્થળે ખાસ કરીને લોકલ ગવર્નમેન્ટમાં હજુ પણ રુઢિવાદી વલણ  યથાવત છે. કોઈ મદદ મળતી નથી.  
પાર્કિંગ વિશેની રસપ્રદ અને અજાણી વાતો વિશે તેમણે કહ્યું કે મોટાભાગના લોકો પાર્કિંગને માત્ર પાર્કિંગ ટિકિટની દ્રષ્ટિએ જ જુએ છે. સુનિયંત્રિત પાર્કિંગ જરૂરી છે. તેના સંચાલનમાં પણ કૌશલ્ય જોઈએ. તેને ઘણાં પ્રોફેશનનું સમર્થન છે.
સ્ટ્રેસ ફ્રી પાર્કિંગ સ્થળ શોધવા માટેના શ્રેષ્ઠ ઉપાય માટે અંજનાબહેને જણાવ્યું હતું કે તમે કઈ જગ્યાએ પ્રવાસ કરો છો તેના આધારે તમે 'appy parking' એપનો ઉપયોગ કરી શકો. તેમાં તમને રિસ્ટ્રિક્શન, સ્ટ્રીટ પર પાર્કિંગની મર્યાદા, કાર પાર્ક ચાર્જીસ અને સ્થળની વિગતો મળી શકે. લોકલ ઓથોરિટી સહિત ઘણી પાર્કિંગ સંસ્થાઓ તેનો ઉપયોગ કરે છે. હવે તો એવી કંપનીઓ પણ છે જે રિઝર્વ્ડ પાર્કિંગ આપે છે. અગાઉ તમે જે સ્થળની મુલાકાત ન લીધી હોય અને તમારે ત્યાં જવુ હોય તો પ્લાનિંગ કરવુ જરૂરી છે. રિસ્ટ્રિક્શનોની નિયમિતપણે સમીક્ષા અને સુધારા થતા હોય છે તેથી તમારે લોકલ ઓથોરિટીની વેબસાઈટ નિયમિતપણે જોતા રહેવું જોઈએ.  
અંજનાબહેનની મહત્ત્વાકાંક્ષા બને તેટલા સારા થવાની અને પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની છે. અંજનાબહેન અને તેમના પાર્ટનર રોયે પાર્કિંગ સેક્ટરની કંપનીઓની મદદથી ઘાયલ બ્રિટિશ સૈનિકો અને તેમના પરિવારોને મદદ કરવા માટે સ્થાપેલી વિક્ટોરિયન વેલ્યુઝ ચેરિટી દ્વારા તે કામગીરી સમયસર અને યથાવત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માગે છે.


comments powered by Disqus