લંડનઃ મૂળ ગુજરાતી અને મુંબઈનો ૧૯ વર્ષીય વિદ્યાર્થી રચિત પટેલ બર્મિંગહામની સિટી યુનિવર્સિટી ઈન્ટરનેશનલ કોલેજ (BCUIC) માં પ્રવેશ મેળવનારો કોલેજનો ૧૦૦૦મો વિદ્યાર્થી બન્યો હતો. કોલેજની આ સિદ્ધિની વિદ્યાર્થીઓ, સ્ટાફ અને એલમ્ની દ્વારા તા.૫ ફેબ્રુઆરીએ ઉજવણી કરવામાં આવી હતી. રચિતને અભ્યાસના ખર્ચ માટે ૧,૦૦૦પાઉન્ડની સ્કોલરશિપ અપાઈ હતી. ઝિમ્બાબ્વેના મીડલેન્ડ પ્રાંતમાં આવેલા ક્વેક્વેનો ૨૩ વર્ષીય વિદ્યાર્થી કેથી ઝો બૈરા સપ્ટેમ્બર, ૨૦૧૩માં કોલેજનો પ્રથમ વિદ્યાર્થી હતો.

