બીકેએસ આયંગર ૯૬ વરસ સુધી જીવ્યા. એમણે જિંદગીભર યોગાસન કર્યા હતા...
ખુશવંત સિંહ ૯૯ વરસ સુધી જીવ્યા. એમણે જિંદગીભર વ્હીસ્કી પીધી હતી...
- વાતનો સાર એ છે કે યોગાસન કરતાં વ્હીસ્કી તમને ૩ વરસ વધારે જીવાડે છે !
•
એક સ્ત્રી હાથમાં હથોડી લઈને પોતાના ટેણિયાની સ્કૂલમાં પહોંચી અને પટાવાળાને પૂછ્યુંઃ શુક્લા સાહેબનો ક્લાસ કયો છે?
પટાવાળાએ ડરતાં ડરતાં પૂછ્યુંઃ શું કામ છે?
સ્ત્રીઃ તે મારા છોકરાના ક્લાસ ટીચર છે.
પટાવાળો દોડીને શુક્લા સાહેબને મળ્યો અને કહ્યું એક સ્ત્રી હાથમાં હથોડી લઈને તમને શોધે છે. શુક્લા સાહેબ પ્રિન્સિપાલ પાસે દોડીને જતા રહ્યા. પ્રિન્સિપાલ તરત એ સ્ત્રી પાસે આવ્યા અને બોલ્યાઃ તમે શાંત થઈ જાઓ. શું વાત છે એ કહો?
સ્ત્રીઃ હું શાંત જ છું. સાહેબ.
પ્રિન્સિપાલઃ તો પછી શું તકલીફ છે કહો મને.
સ્ત્રીઃ કંઈ તકલીફ નથી પણ મારે શુક્લા સાહેબના ક્લાસમાં તો જવું જ છે.
પ્રિન્સિપાલ અકળાઈનેઃ પણ શું કામ?
સ્ત્રીઃ કામ એ છે કે એ ક્લાસમાં મારો છોકરો જ્યાં બેસે છે ત્યાં ખીલ્લી ઠોકવી છે. ગઈકાલે એ સ્કૂલમાંથી એનું ત્રીજું પેન્ટ ફાડીને આવ્યો છે.
•
એક જગ્યાએ લગ્ન ચાલતા હતા.
પંડિત અચાનક બોલ્યાઃ કોઈને આ લગ્નથી વાંધો છે.
એક ધીમો પણ મક્કમ અવાજ આવ્યોઃ હા, મને છે...
પંડિત કોણ બોલ્યું એ જોઈ ગયા અને કહ્યુંઃ તું તો ચૂપ જ રહે. તું વરરાજા છે. તને તો આખી જિંદગી વાંધો રહેશે.
•
ચિંટુનું રિઝલ્ટ આવ્યું ત્યારે તેના પપ્પાને સહી કરવા માટે આપ્યું.
ચિંટુનું રિઝલ્ટ જોઈ તેના પપ્પા ખિજાઈ ગયા અને સહી કરવાને બદલે અંગૂઠો માર્યો.
ચિંટુ બોલ્યોઃ પપ્પા તમે ભણેલા હોવા છતાં મારા રિઝલ્ટમાં સહી કરવાને બદલે અંગૂઠો?
પપ્પાઃ એટલા માટે કે કોઈને એ ખબર ન પડે કે તારા જેવા ડફોળ અને નાલાયક છોકરાનો બાપ ગ્રેજ્યુએટ છે.
•
માત્ર અંગ્રેજીમાં એક્ટીવ વોઈસ અને પેસિવ વોઈસ હોય એવું નથી. હિન્દીમાં પણ હોય છે! જુઓ...
પત્નીઃ સોને કી ચેન કબ દોગે?
પતિઃ ચેન સે સોને કબ દોગી?
•
જજે સંતાને કહ્યુંઃ તેં આ માણસના પૈસા ચોર્યાં છે?
સંતાઃ ના, ના જજ સાહેબ, તેણે સામે ચાલીને મને આપ્યા છે.
જજઃ સામે ચાલીને એ કેવી રીતે?
સંતાઃ જ્યારે મેં એને મારી પિસ્તોલ બતાવી ત્યારે.
•
ચિંટુએ પિંટુને તળાવમાં વારંવાર ડૂબકી ખાઈને બહાર આવતાં પૂછ્યુંઃ અહીંયા આવું શું કામ કરે છે?
પિંટુઃ મારા દાદા કહેતા હતા કે મેં એમનું નામ ડૂબાડ્યું છે એ શોધું છું.
•
છોકરાએ છોકરીને ગીત ગાતા કહ્યુંઃ ચલતે-ચલતે યું હી રૂક જાતા હું મૈં, બૈઠે-બૈઠે કહીં ખો જાતા હું મૈ.... ક્યા યહી પ્યાર હૈ? ક્યા યહી પ્યાર હૈ?
લડકીઃ ના ભાઈ ના... આ કમજોરી કહેવાય. તું ચ્યવનપ્રાશ ખાઈ લે.
•
બન્તાનો દીકરો ખૂબ જ આળસુ છે. એક દિવસ બન્તાએ કહ્યું, 'બેટા, તેરે લિયે તો મુઝે એક દિન ઐસી મશીન લાની પડેગી જિસ કા બટન દબાતે હી વો તેરે સારે કામ કર દે.'
દીકરો સૂતાં સૂતાં કહે છે કે 'ઠીક હૈ, મગર મશીન કા બટન કૌન દબાયેગા ?'
