ગણપત યુનિ.ના પ્રેસિડેન્ટ તરીકે ગણપત પટેલ

Wednesday 14th March 2018 08:24 EDT
 
 

મહેસાણા: ગણપતભાઈ પટેલે તાજેતરમાં ગણપત યુનિ.ના બીજા નંબરના પ્રેસિડેન્ટ તરીકે તાજેતરમાં શપથ ગ્રહણ કર્યાં છે. યુનિ.ના પ્રાંગણમાં ૧૧મી માર્ચે ઉજવાયેલા વિદ્યા શિલ્પી દિવસે તેમણે શપથ ગ્રહણ કરીને સંસ્થાના પેટ્રન ઇન ચીફ અને અધિષ્ઠાતા ગણપતભાઇ પટેલે હોદ્દાની ઔપચારિક જવાબદારી સ્વીકારી હતી. ગણપતભાઈએ કહ્યું કે, સંસ્થાના પ્રથમ પ્રેસિડેન્ટ રહેલા અનિલભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે કે યુનિવર્સિટીને આપણે હજુ ઘણી ઊંચાઈએ લઇ જઇએ. ‘૨૦૧૮નું વર્ષ એટલે પરિવર્તનનું વર્ષ’ એવું સૂત્ર તેમણે આ પ્રસંગે  આપવામાં આવ્યું હતું. ગણપત યુનિવર્સિટીના સ્થાપક સંવર્ધક અને હવે હૃદયસ્થ થયેલા અને અનિલભાઇ પટેલના જન્મદિને હવે દર વર્ષે વિદ્યા શિલ્પી દિવસ તરીકે ઉજવવાનું યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સની કરેલા ઠરાવને અનુસરીને આ ઉજવણી શરૂ કરાઈ છે. 


comments powered by Disqus