ભાવનગરની હેતસ્વી સોમાણીનું રાષ્ટ્રીય સ્પર્ધામાં યોગરત્નથી સન્માન

Wednesday 14th March 2018 08:10 EDT
 
 

ભાવનગરઃ શહેરની હેતસ્વી સોમાણી નાનપણથી જ યોગ સાથે જોડાયેલી છે. આ ક્ષેત્રે હેતસ્વીએ ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અત્યાર સુધીમાં પ૮ જેટલા ગોલ્ડ મેડલ જુદી-જુદી યોગસ્પર્ધા હેતસ્વી મેળવી ચૂકી છે.
હાલમાં હેતસ્વી યંગ ઓલિમ્પિયન ફેડરેશન દ્વારા યોજિત ઓલ ઇન્ડિયા યોગ ચેમ્પિયન કોમ્પિટિશનમાં ભાગ લેવા આબુમાં પહોંચી હતી. ત્યાં આશરે રપ૬ જેટલા યોગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં હેતસ્વીએ ત્રણ અલગ ઇવેન્ટ જેવી કે આર્ટિસ્ટીક, કોમ્બિનેશન અને ઇન્ડિવિજ્યુઅલમાં ભાગ લઇને ત્રણ ગોલ્ડ મેડલ જીત્યાં અને પ્રથમ નંબરે હતી. આ સ્પર્ધામાં તે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની હતી. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી યોગસ્પર્ધામાં તેને યોગરત્ન એવોર્ડ મળ્યો હતો.


comments powered by Disqus