જજઃ તમારા પર ઘડિયાળ ચોરવાનો આરોપ પુરવાર નથી થઈ શક્યો એટલે તમને છોડી મૂકવામાં આવે છે.
ચંગુઃ તો જજસાહેબ, હવે ઘડિયાળ તો મારે જ રાખવાનુંને?
•
પપ્પાઃ મંગુ, જુગાર એ બૂરી બલા છે. ખરાબ ટેવ છે, કારણ કે એમાં જો તું આજે જીતીશ તો કાલે હારી જઈશ, પરમ દિવસે જીતી જઈશ તો એના બીજા દિવસે હારી જઈશ.
મંગુઃ પપ્પા, તમે ચિંતા ન કરો, હું જુગાર એકાંતરા દિવસે રમીશ.
•
ચંગુ અને ચંપા ગંભીર ચર્ચા કરી રહ્યાં હતાં.
ચંપાઃ ભારતીય સ્ત્રીઓ કપાળ પર લાલ કલરનો ચાંદલો શા માટે કરે છે?
ચંગુઃ એ ચાંદલો રેકોર્ડિંગની નિશાની છે. તેઓ બધું રેકોર્ડ કરે છે અને સાથે વોર્નિંગ પણ આપે છે કે અત્યારે તમે ગુસ્સામાં તેમની સામે જે પણ બોલી રહ્યા છો એને તમારા વિરુદ્ધમાં ગમેત્યારે ઉપયોગમાં લેવામાં આવશે.
•
ચિન્ટુ પાસ થઈને નવમા ધોરણમાં ગયો. નિશાળનો પહેલો દિવસ હતો એટલે બધા છોકરા ફક્ત ઘોંઘાટ કરતા હતા.
નવા આવેલા સાહેબે બધાને ધમકાવતાં કહ્યું, ‘જુઓ બધા એકદમ શાંત થઈ જાઓ.
મારે એકદમ શાંતિ જોઈએ. એવી શાંતિ કે જો ટાંકણી પડે તો પણ અવાજ આવવો જોઈએ. નહીંતર...’
આટલું કહીને હાથમાં રહેલી સોટી ટેબલ પર પછાડી એટલે તરત જ બધાં બાળકો શાંત થઈ ગયાં.
થોડી વાર સુધી શાંત રહ્યા પછી અકળાઈ જતાં ચિન્ટુ બોલ્યોઃ ‘સાહેબ, હવે ટાંકણી તો પાડો.’
•
દુકાન પર ચિન્કી બેઠી હતી અને એક ગ્રાહક બિસ્કિટ લેવા આવ્યો.
ગ્રાહકઃ મારી ભાવિ પત્નીના કૂતરા માટે બિસ્કિટ આપોને.
ચિન્કીઃ અહીં જ ખાશો કે પેક કરી દઉં?
•
સન્તા અને બન્તા ચાર વાગે એકબીજાને મળવાના હતા. એવામાં સન્તાનો ફોન આવ્યોઃ
સન્તાઃ ઓય બન્તે, મૈં નહીં આ સકતા... યહાં બહોત બારિશ હો રહી હૈ.
બન્તાઃ તું ફિકર મત કર ઓયે, મૈં વહા આ જાતા હું ક્યું કિ યહાં તો બારિશ નહીં હૈ !
•
દુનિયાની ટૂંકામાં ટૂંકી લવ-સ્ટોરી...
છોકરોઃ સાંભળે છે...
છોકરીઃ બોલો, મોટા ભાઈ !
- ધી એન્ડ
•
લોકો થોડાક દિવસ માટે દારૂ કે સિગારેટ પીએ તો એમને આદત પડી જાય છે.
પણ અમને જુઓ...
બાળપણથી ભણતા આવ્યા છીએ પણ હજી ભણવાની આદત નથી! આને કહેવાય સેલ્ફ કન્ટ્રોલ...
•
દાદાઃ બેટા, ભણવાનું કેવું ચાલે છે ?
પૌત્રઃ બસ તમારી જિંદગીની જેમ જ ચાલે છે
દાદાઃ મતલબ ?
પૌત્રઃ ભગવાનની મહેરબાનીથી...
•
મહિલાઃ ડોક્ટર સાહેબ, મારા પતિ ઉંઘમાં બહુ બબડે છે.
ડોક્ટરઃ બહેન, એનો કોઈ ઈલાજ જ નથી.
મહિલાઃ ના, મારે તે બંધ કરવાની દવા નથી જોઇતી, મારે તો એવી દવા જોઇએ કે જેનાથી હું મારા પતિ શું બબડે છે એ ચોખ્ખું સાંભળી શકું.
•
સંતાઃ કોઈ એવી ગિફ્ટ મને સજેસ્ટ કર કે જે તારી ભાભીના દિલને તરત જ સ્પર્શી જાય.
બંતાઃ એમને બંદૂકની ગોળી મારી દે!
