પર્વોમાં સૌથી મહત્ત્વના દિવાળી પર્વની સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ખાતે ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તા.૬ નવેમ્બરને કાળી ચૌદશે હનુમાનજીનું સમૂહ પૂજન કરાયું હતું. તા.૭ને દિવાળીની સાંજે ચોપડા પૂજન યોજાયું હતું. જ્યારે તા.૮ને નૂતન વર્ષના દિવસે મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેના દર્શનનો લાભ હજારો હરિભક્તોએ લીધો હતો. આ પ્રસંગે લંડનના મેયર સાદિક ખાન, ડેપ્યુટી મેયર રાજેશ અગરવાલ, ગ્રેટર લંડન એસેમ્બલીના બ્રેન્ટ અને હેરોના સભ્ય શ્રી નવિન શાહ, બ્રેન્ટ કાઉન્સિલના લીડર કાઉન્સિલર શ્રી મુહમ્મદ બટ, બ્રેન્ટ કાઉન્સિલના કેબિનેટ સભ્યો શ્રી કૃપેશ હિરાણી અને શ્રીમતી કૃપા શેઠ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌએ આરતીનો લાભ લીધો હતો. મેયર સાદિક ખાને સ્વામીનારાયણ સંપ્રદાયની પ્રશંસા કરી હતી.

