હળવે હૈયે...

જોક્સ

Thursday 16th August 2018 02:44 EDT
 

જિગો એના મમ્મી-પપ્પાના લગ્નનું આલબમ જોતો હતો
જિગોઃ મમ્મી આ તારી સાથે સૂટ પહેરીને હેન્ડસમ ભાઇ કોણ ઉભા છે?
મમ્મીઃ તારા પપ્પા છે...
જિગોઃ તો ઘરમાં આપણી જોડે ટકલો અને જાડો માણસ રહે છે એ કોણ છે?

જિગોઃ વિદેશમાં કોઈ ખબર જોવા જાય તો ફૂલો આપીને ગેટ વેલ સુન કહે.
ભૂરોઃ સાચી વાત છે આપણે ત્યાં ખબર જોવા આવે તો એમ કહે ગયા મહિને જ અમારા એક સગા આ બીમારીમાં ગુજરી ગયા.

ડોક્ટરઃ બહેન સહેજ આંખો પહોળી કરો. દવા નાખવી છે.
ચંપાઃ કેટલી?
ડોકટરઃ તમારા પતિ સામે જોતા હોવ એટલી...

ચંપાઃ લ્યો ડિનર રેડી છે
ભૂરોઃ ગાંડી, બપોરે બે વાગ્યે ડીનર ન હોય, લંચ હોય...
ચંપાઃ મને ના શિખવાડીશ... ગઈકલ રાતની ખીચડી ગરમ કરી છે

ભૂરોઃ તને ખબર છે કેળા હાડકાં જોડે પણ ખરાં અને ભાંગે પણ ખરા!
રાજુઃ કેવી રીતે?
ભૂરોઃ કેળાં ખાવ તો હાડકાં મજબૂત બને અને કેળાની છાલ ઉપર પગ પડે તો હાડકાં ભાંગે.

જિગોઃ આ બેન્કની લોનના ફોનથી કંટાળી ગયો છું શું કરું?
ભૂરોઃ હવે ફોન આવે ત્યારે કહેજે કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવી લોન આપો.

પોલીસઃ બહેન તમારા કારણે આ ભાઈને ગંભીર ઈજા થઈ. ડ્રાઇવિંગમાં થોડું તો ધ્યાન રાખો.
મહિલાઃ વાંક ભાઈનો છે તે મોબાઈલ ઉપર વાત કરતા કરતા ચાલતા હતા...
ઇજાગ્રસ્તઃ સાહેબ હું તો દુકાનની અંદર આંટા મારતો મારતો વાતો કરતો હતો.

ભૂરાએ એક ઘરનો દરવાજો ખખડાવ્યો.
ચંપાઃ કોનું કામ છે?
ભૂરોઃ રાજુ અહીંયા રહે છે?
ચંપાઃ ના એ આખો દિવસ ઓફિસમાં જ રહે છે. આ મકાન તો આધાર કાર્ડમાં એડ્રેસ પ્રુફ આપવું પડે તે માટે રાખ્યું છે.

જિગોઃ પંડિતજી કળિયુગ અને સતયુગમાં શું ફેર?
પંડિતજીઃ સતયુગમાં દેવીઓ ગુસ્સે થાય તો શાપ આપે અને કળિયુગમાં ડિજિટલ શાપ...
જિગોઃ ડિજિટલ શાપ એટલે?
પંડિતઃ મૂર્ખ, ફોનમાં બ્લોક કરી દે.

જિગો છોકરી જોવા માટે ગયો
છોકરીઃ તમે શું કામ કરો?
જિગાએ તરત જ ચશ્મા પહેરી લીધા
છોકરીઃ અરે વાહ, તમે તો ફિલ્મના હીરો જેવા લાગો છો? એક્ટિંગ કરો છો?
જિગોઃ ના રે, હું તો વેલ્ડિંગનું કામ કરું છું. એમાં ચશ્મા પહેરવા પડે એટલે ચશ્મા પહેર્યાં.

જિગોઃ પત્ની ખૂબ સમજદાર હોય છે... એ કોઈ દિવસ પતિને એ ગધેડા... ઓ ગંદા. એવું કયારેય નથી બોલતી.
રાજુઃ અરે એ બધું જ બોલે છે પણ શોર્ટ ફોર્મમાં...
જિગોઃ કઇ રીતે?
રાજુઃ એ જી.., ઓ જી...


comments powered by Disqus