બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી તા.૭ મેને સોમવારે સિકંદરાબાદથી બેંગલુરુ પહોંચ્યા હતા. ત્યાં તેમણે તા.૧૪ મે સુધી વિચરણ કર્યું હતું. તા.૧૨ મેને શનિવારે પૂ. મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ. યોગીજી મહારાજની જયંતીની ઉજવણીની ખાસ સભા યોજાઈ હતી. તેમાં તેમણે પૂ. યોગીજી મહારાજના જીવન અને કવન વિશે વાત કરી હતી. યોગીજી મહારાજે દર્શાવેલા માર્ગ પર ચાલવા પૂ. મહંત સ્વામીએ હરિભક્તોને અનુરોધ કર્યો હતો. બેંગલુરુમાં વિચરણ દરમિયાન તેમણે બાળ, કિશોર તેમજ યુવક-યુવતી અને પુરુષો-મહિલાઓની સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો. પૂ. મહંતસ્વામીએ સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. બાળ અને યુવા કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પૂ. મહંત સ્વામીએ રસપૂર્વક નિહાળ્યા હતા. મંગળવાર તા.૧૫મેએ પૂ.મહંત સ્વામી ચેન્નાઈ પહોંચ્યા હતા. ચેન્નાઈમાં તેઓ રવિવાર તા. ૨૦ મે સુધી વિચરણ કરશે.

