ફ્લિપકાર્ટ: એક પુસ્તકથી શરૂઆત, આજે ૮૦ લાખ પ્રોડક્ટ્સનું વેચાણ

Wednesday 16th May 2018 06:44 EDT
 
 

• સચિન બંસલ અને બિન્ની બંસલે ૨૦૦૭માં સંયુક્ત રીતે ફ્લિપકાર્ટ કંપનીની સ્થાપના કરી હતી. બન્ને બંસલ છે, પણ એકબીજાના સગા નથી. બન્ને આઈઆઈટીમાં અભ્યાસ દરમિયાન ભેગા થયા હતા. બન્ને એમેઝોનના ભૂતપૂર્વ કર્મચારી છે. ફ્લિપકાર્ટનું હેડ ક્વાર્ટર બેંગ્લૂરુમાં છે. દિલ્હી અને મુંબઈમાં પણ તેની ઓફિસ છે.

• બેંગ્લૂરુના કોરામંગલા વિસ્તારમાં ટુ-બીએચકે ફ્લેટમાં શરૂ થયેલી ફ્લિપકાર્ટ આજે ૮.૩ લાખ ચોરસ ફીટનું હેડ ક્વાર્ટર ધરાવે છે.

• ફ્લિપકાર્ટે શરૂઆતમાં માત્ર પુસ્તકો વેચવાનું શરૂ કર્યું હતું. પછીથી અન્ય પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કર્યું હતું. કંપનીએ સૌપ્રથમ જ્હોન વૂડના પુસ્તક ‘લીવિંગ માઈક્રોસોફ્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ'નું વેચાણ કર્યું હતું.

• ફ્લિપકાર્ટ આજે ૮૦ કેટેગરીમાં ૮૦ લાખ પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ કરે છે. તેમાં મ્યુઝિક, મૂવીઝ, ગેમ્સ, ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ સહિતની પ્રોડક્ટ્સનો સમાવેશ થઈ જાય છે.

• કંપનીએ ૨૦૧૦માં ‘કેશ ઓન ડિલિવરી' સિસ્ટમ શરૂ કરી તે સાથે જ ભારતમાં ઓનલાઈન ખરીદીની ધૂમ મચી ગઈ હતી.

• ફ્લિપકાર્ટના ૧૦ કરોડ રજિસ્ટર્ડ યુઝર્સ છે. તેના પરથી પોતાની પ્રોડક્ટ્સ વેચનારા એક લાખ સેલર છે, કંપની ૨૧ વેરહાઉસ ધરાવે છે અને રોજ એક કરોડ લોકો તેના વેબપેજની વિઝિટ કરે છે.


comments powered by Disqus