બંસલ મિત્રોની ફ્લિપકાર્ટ હવે આ પરિવારની

Wednesday 16th May 2018 06:40 EDT
 
 

અમેરિકાનો પ્રખ્યાત વોલ્ટન પરિવાર દુનિયાના ધનિકોમાંથી એક છે. વોલમાર્ટ આ પરિવારની છે, જે દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની છે. વોલમાર્ટનો પહેલો સ્ટોર ૨ જુલાઈ ૧૯૬૨માં સેમ વોલ્ટને શરૂ કર્યો, જે આજે દુનિયામાં ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ નોકરી આપનારી કંપનીઓમાંથી એક છે. સેમનું નિધન ૧૯૯૨માં થયું. હવે આ લોકો સંભાળે છે, વોલમાર્ટ ગ્રૂપ -
• રોબ વોલ્ટન (સેમના સૌથી મોટા પુત્ર)ઃ ૭૩ વર્ષીય રોબે યુનિવર્સિટી ઓફ અરકાંસાસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી લીધી છે. ત્યાર બાદ તે વોલમાર્ટનું પ્રતિનિધિત્વ કરનારી લો ફર્મ સાથે જોડાયા. પિતાના નિધન બાદ ૧૯૯૨માં તેઓ વોલમાર્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા. ત્રણ વખત લગ્ન કરનાર રોબને ત્રણ સંતાન છે. તેમની કુલ નેટવર્થ - ૪૨ બિલિયન ડોલર
• એલિસ વોલ્ટન (સેમના પુત્રી)ઃ ૬૮ વર્ષીય એલિસ ટ્રિનિટી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. બે લગ્ન કર્યા, પરંતુ બંનેમાં છૂટાછેડા થઈ ગયા. ત્યાર બાદ તે ભાઈ જોન સાથે રહેવા લાગ્યાં. એલિસ અનેક માર્ગ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. જે ભાઈ સાથે રહેતા હતાં તેનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થઈ ગયું. તેમની કુલ નેટવર્થઃ ૪૨ બિલિયન ડોલર
• જિમ વોલ્ટન (સેમના સૌથી નાના પુત્ર)ઃ જિમ ૬૯ વર્ષના છે. તે સ્ટેટ લેવલના ફૂટબોલ ચેમ્પિયન રહી ચૂક્યા છે. મોટા ભાઈ જોનના મૃત્યુ બાદ ૨૦૦૫માં રિયલ એસ્ટેટ બિઝનેસ કરનાર જિમ વોલમાર્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આવ્યા. પરિવારની અરવેસ્ટ બેન્કના સીઈઓ રહેલા જિમનાં પત્નીનું નામ મેકનેબ છે. તેમને ચાર સંતાન છે. તેમની કુલ નેટવર્થઃ ૪૨ બિલિયન ડોલર
• લુકાસ વોલ્ટન (સેમ વોલ્ટનના પૌત્ર)ઃ ૩૨ વર્ષીય લુકાસ જોનનું એકમાત્ર સંતાન છે. કોલોરાડો કોલેજમાંથી બેચલર લુકાસ ત્રણ વર્ષના હતા ત્યારે કિડનીનું - જવલ્લે જ થતું - કેન્સર થયું હતું. માતા જણાવે છે થોડી વનસ્પતિઓની સારવારથી તે ચમત્કારિક રૂપે ઠીક થઈ ગયો. પાંચ મહિના સુધી દરરોજ તેને વનસ્પતિના ૬ ગ્લાસ જ્યૂસે તેમનું જીવન ઉગારી લીધું. તેમની કુલ નેટવર્થઃ ૨૫ બિલિયન ડોલર
• ક્રિસ્ટી વોલ્ટન (સેમ વોલ્ટનનાં પુત્રવધૂ)ઃ તે જોનની પત્ની અને લુકાસના માતા છે. લગ્ન પહેલાં ૧૯૭૦માં થેંક્સ ગિવિંગ ડે પર પોલીસે તેમની કેફી પદાર્થનું સેવન કરનારા લોકો સાથે ધરપકડ કરી હતી. જોકે પાછળથી પોલીસે આ દરોડો ખોટો ઠરાવ્યો અને સુપ્રીમ કોર્ટે તેમના પર લગાવેલા બધા જ આરોપ રદ કરી નાંખ્યા હતા. તેમની કુલ નેટવર્થઃ ૭.૧ બિલિયન ડોલર


comments powered by Disqus