હળવે હૈયે...

Wednesday 16th May 2018 07:01 EDT
 

આ ઉનાળામાં દિલ્હીના રહેવાસીઓ માટે ખાસ મેસેજ મોબાઇલમાં ફરી રહ્યો છેઃ
રાત કો અગર બિજલી જાયે તો મોદી સરકાર પર ગુસ્સા મત નિકાલિયે...
નરેન્દ્ર મોદીને અચ્છે દિન કા વાદા કિયા થા, અચ્છી 'રાત' કા નહીં!

મનમોહનજીનાં પત્ની હમણાં બે દિવસ પહેલાં જ સોનિયાજીના ઘરે ગયાં. તે જરા ગુસ્સામાં હતાં. સોનિયાજી આવ્યાં કે તરત મનમોહનજીનાં પત્ની બોલી ઊઠયાંઃ ‘અબ તો વો રીમોટ વાપસ દે દિજીયે!’
સોનિયાજી કંઇ જવાબ આપે એ પહેલાં મનમોહનજીનાં પત્નીએ વધુ ખુલાસો કર્યો.
‘ઉન સે પૂછતી હું, આજ આપ રોટી ખાઓગે યા પરાંઠે, તો ભી જવાબ નહીં દે પાતે!’

છોકરીઃ મારો ફોન મોટા ભાગે મારી મમ્મી પાસે જ રહે છે.
છોકરોઃ અરે બાપ રે, આપણે ક્યાંક પકડાઈ ગયા તો?
છોકરીઃ નહીં પકડાઈએ. મને વિશ્વાસ છે.
છોકરોઃ કેમ?
છોકરીઃ મેં તારો નંબર Battery Lowના નામે સેવ કર્યો છે એટલે જ્યારે પણ તારો ફોન આવે ત્યારે મમ્મી બેટરી લો સમજીને ફોન ચાર્જિંગ પર લગાવી ચાલી જાય છે.

પતિએ પત્નીને કહ્યુંઃ આ સંસારમાં ફક્ત બે જ મહિલાઓ એવી છે જેનો હું આદર કરું છું.
પત્નએ આંખો કાઢતાં કહ્યું, ‘જલ્દી બોલો, મારા સિવાય બીજી કોણ છે?’

શિક્ષકઃ ચંગુ, તું આજે ફરી પાંચ મિનિટને બદલે દસ મિનિટ લેટ આવ્યો? ગઈ કાલ કરતાં પણ પાંચ મિનિટ વધારે લેટ?!
ચંગુઃ ના સાહેબ, હું આજે ફક્ત પાંચ મિનિટ જ મોડો આવ્યો છું.
શિક્ષકઃ પણ ઘડિયાળમાં જો, તું ખરેખર દસ મિનિટ મોડો છે.
ચંગુઃ સાહેબ, હું પાંચ મિનિટ પહેલાં આવી ગયો હતો પણ બહાર ઊભા રહી મોડા આવવાનું બહાનું શોધવા માટે પાંચ મિનિટ ઊભો રહેવું પડ્યું.

નોકરી માટેના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાતા હતા.
ઇન્ટરવ્યૂ લેનાર બોસે કહ્યુંઃ ‘અમારી
કંપની હંમેશા તેના સ્ટાફ મેમ્બરો પાસે અપેક્ષા રાખે છે તેઓ સ્વચ્છતાના નિયમોનું કડક રીતે પાલન કરે. શું તમે દરવાજા પાસે મૂકેલા પગલૂછણિયા પર પગ લૂછીને અંદર દાખલ થયા છો?’
ઉમેદવારે કહ્યુંઃ ‘હા’
‘અમારી કંપની તેના સ્ટાફ મેમ્બરો પાસે એવી પણ અપેક્ષા રાખે છે કે તેઓ હંમેશા સાચુ બોલે.’ ઇન્ટરવ્યૂ લેનાર બોસે કહ્યુંઃ ‘દરવાજા પાસે પગલૂછણિયું મૂક્યું જ નથી.’

પત્નીએ પતિને ફોન કર્યોઃ ક્યાં છો તમે?
પત્નીઃ તને પેલી જ્વેલરી શોદ યાદ છે, જ્યાં તને એક ડાયમંડ સેટ બહુ ગમી ગયો હતો, પણ એ સમયે મારી પાસે એટલા પૈસા નહોતા.
પત્ની (ખુશ થઈને)ઃ હા, હા, મને બરાબર યાદ છે.
પતિઃ હા તો બસ, બરાબર એની બાજુની દુકાનમાં વાળ કપાવવા બેઠો છું, આવતા થોડું મોડું થશે...

ભગો બહાર જતો હતો ત્યાં સોસાયટીના નાકા પરથી ૫૦૦ રૂપિયાની નોટ મળી. ભગાએ ઉઠાવીને જોયું તો તેના પર ‘I Love you’ લખ્યું હતું.
ભગાએ ખુશ થઈને શરમાતાં - શરમાતાં ખિસ્સામાંથી બીજી ૫૦૦ રૂપિયાની નોટ કાઢી તેના પર ‘Same to you’ લખીને ત્યાં મૂકી દીધી.


comments powered by Disqus