હેરોની સાંઈ સ્કૂલ દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ માટે ગાયત્રી વંદના કાર્યક્રમ

Wednesday 16th May 2018 07:05 EDT
 
 

હેરોમાં આવેલી સાંઈ સ્કૂલ દ્વારા આ વખતે દરેક વર્ષના ગ્રૂપ માટે ‘પર્યાવરણ અંગે જાગૃતિ‘ ને મુખ્ય થીમ રખાઈ છે. દરેક ક્લાસના વિદ્યાર્થીઓએ આર્કટિકથી લઈને રેઈન ફોરેસ્ટ સુધીના વિષય પર કામ કર્યું છે.

સ્કૂલ દ્વારા ‘હિલ અવર પ્લેનેટ’ થીમ સાથે સંકલિત ગાયત્રી કાર્યક્રમનું તા. ૬ મે, ૨૦૧૮ને રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૫૦૦ જેટલા મહેમાનો અને સમર્થકો હાજર રહ્યા હતા. વિવિધ સંગીતકારોએ સૂર્ય - સવિતુર (સૌર ઉર્જા અને જીવન ટકાવનાર)ને સમર્પિત ઋગ્વેદની પ્રાર્થાના ગાયત્રી મંત્રનું ગાન કર્યું હતું. સૌને પ્રેરણા પૂરી પાડવા માટે ગાયત્રી મંત્રના ગાન દરમિયાન પૃથ્વીની તસવીરો અને સર ડેવિડ એટનબરો સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ક્વોટ્સ દર્શાવાયા તેની ઘણાં મહેમાનોએ પ્રશંસા કરી હતી.

બાળકો કેવી રીતે પૃથ્વીનું રક્ષણ કરવા માગે છે તેના વિશે બાળકોના પ્રોજેક્ટ્સ સ્કૂલમાં રજૂ કરાયા હતા. યર ૬ના વિદ્યાર્થીઓએ બનાવેલી દરિયાઈ જીવસૃષ્ટિની તસવીરમાં મૃત્યુ પામેલી એક વ્હેલના મોંમા પ્લાસ્ટિકની બોટલ દર્શાવાઈ હતી.

કેટલાક બાળકોએ તૈયાર કરેલા વીડિયો સાઈ સ્કૂલ ઓફ હેરોના ફેસબુક પેજ પર જોઈ શકાય છે. તેમાં બાળકોને રિયુઝ અને રિસાયકલીંગ વિશે વાત કરતા દર્શાવાયા છે.

સાઈ સ્કૂલ ઓફ હેરો દર શનિવારે ૫થી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ચાલતી ની ફ્રી સ્કૂલ છે. માહિતી માટે www.saischool.com વેબસાઈટ જુઓ.

વધુ માહિતી માટે ઈમેલથી [email protected] અથવા [email protected] સંપર્ક કરવા વિનંતી.


comments powered by Disqus