બે સૈનિકો ચર્ચા કરી રહ્યા હતા.
પ્રથમઃ તું શા માટે આર્મીમાં જોડાયો?
બીજોઃ મારે પત્ની નહોતી અને મને યુદ્ધ કરવું ગમતું હતું એટલે આર્મીમાં જોડાઈ ગયો... ભાઈ, હવે તું કહે. તેં શા માટે આર્મી જોઈન કરી?
બીજો સિપાહીઃ મારે પત્ની હતી અને મારે શાંતિ જોઈતી હતી એટલે હું આર્મીમાં જોડાઈ ગયો.
•
શું તમારી પત્ની સુશીલ અને કુટુંબપ્રિય છે? નીચેની સિચ્યુએશનમાં પત્નીના સંવાદો ધ્યાનથી સાંભળજો. જવાબો સરખા જ હશે...
(૧) ભાતમાં પાણી વધારે રહી જાય તો...
- ચોખા નવા હતા.
(૨) રોટલી કડક થઈ જાય તો...
- લોટ સરખો દળાયો નથી.
(૩) ચા મીઠી લાગે તો...
- ખાંડ મોટી મોટી હતી.
(૪) ચા પાતળી લાગે તો...
- દૂધ પાતળું હતું.
(૫) ઘરે વહેલા આવીએ તો...
- કેમ, ટીવીમાં આજે મેચ છે?
(૬) ઘરે મોડા પહોંચો તો...
- કોની સાથે ગુડાણા હતા?
(૭) કોઈ ચીજ સસ્તી લાવો તો...
- શું જરૂર હતી ખોટા ખર્ચા કરવાની?
(૮) મોંઘી લાવો તો...
- તમને તો બધા ઉલ્લુ બનાવે છે!
(૯) રસોઈનાં વખાણ કરો તો...
- રોજ સારી જ બનાવું છું!
(૧૦) કોઈ ભૂલ કાઢો તો...
- આ ઘરમાં મારી કોઈને કદર જ નથી!
(૧૧) અને જીભાજોડી કરો તો...
- આ તો હું હતી એટલે ટકી ગઈ, બાકી બીજી કોઈ હોત તો તમને ખબર પડત!
•
પતિઃ ડાર્લિંગ લગ્ન પહેલાં તારે કેટલા બોયફ્રેન્ડ હતા?
પત્નીએ પતિના હાથમાં પેકેટ આપ્યું જેમાં ૨૦૦ રૂપિયા અને ચોખાના સાત દાણા હતા.
પતિઃ આ શું છે?
પત્નીઃ હું જ્યારે પણ બોયફ્રેન્ડ બનાવતી હતી ત્યારે એક ચોખાનો દાણો એમાં નાખી દેતી હતી.
પતિએ દાણા ગણ્યા અને બોલ્યોઃ બસ સાત જ? અને આ ૨૦૦ રૂપિયા શેના માટે?
પત્નીઃ અને ચાર કિલો ચોખા વેચી નાખ્યા હતા.
•
ચંગુઃ તું મારા જીવનમાં ચંદ્રમા બનીશ?
ચંપાઃ અરે વાહ, માય ડીયર કેમ નહીં?
ચંગુઃ બહુ સરસ. તો હવે એક કામ કર.
ચંપાઃ શું?
ચંગુઃ હવે તું મારાથી ૯૯૫૫૮૮૭.૬ કિ.મી. દૂર જતી રહે
•
ચંગુ અને મંગુ વાતો કરી રહ્યા હતા.
ચંગુ (થોડા અભિમાન સાથે)ઃ મારી વાઈફ એન્જલ છે.
મંગુ (ઉદાસ થઈને)ઃ મારી તો હજીયે જીવે છે.
•
ચિન્ટુના પપ્પાઃ અરે રાધા, આ ચિન્ટુને સમજાવ. તે ગધેડા પર બેસવાની જીદ કરી રહ્યો છે. આવી ખોટી જીદ ન કરાય.
ચિન્ટુની મમ્મીઃ અરે એમાં શું થઈ ગયું? તમે પણ તેની સામે ખોટી જીદ શા માટે કરો છો? થોડી વાર માટે તેને તમારી પીઠ પર બેસવા દોને!
•
પત્નીઃ મારા ઈરાદા ઘણા નેક છે. તમે સોમાંથી એક છો.
પતિઃ મગજનો તો હું ડોન છું. પહેલાં એ જણાવ કે બાકીના ૯૯ કોણ છે?
•
પતિઃ આજે સન્ડે છે અને હું એને એન્જોય કરવા માંગું છું. એટલા માટે કે હું ફિલ્મની ૩ ટિકિટ લાવ્યો છું.
પત્નીઃ ત્રણ કેમ?
પતિઃ એક તારા માટે અને બે તારા પેરન્ટ્સ માટે.
