હળવે હૈયે...

જોક્સ

Wednesday 17th January 2018 05:43 EST
 

પપ્પુએ એના દોસ્તને કહ્યુંઃ અરે યાર, હું જ્યારે મરું ત્યારે ભગવાન મને પંદર-વીસ મિનિટ વધારે આપે તો સારું?
દોસ્તઃ કેમ? તારે તારા કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા છે.
પપ્પુઃ ના યાર, મારામાં મોબાઈલમાં રહેલો ડેટા ફોર્મેટ કરવો પડશે, નહીંતર મર્યા પછી તે જોઈને ઘરવાળા મને ગાળો આપશે.
•
પિંકીએ ટીનીને કહ્યુંઃ આજે તું એકદમ અલગ દેખાય છે?
ટીનીઃ હા યાર, ડોક્ટરે મને ૩ કિલો વજન ઘટાડવાનું કહ્યું હતું, અને મેં એમની વાત માની લીધી.
પિંકીઃ તો તે આટલી જલ્દી કરી લીધું?
મિનીઃ મેં તો મેકઅપ કરવાનું જ છોડી દીધું...
•
એક એન્જીનિયરે નોકરી ના મળી એટલે એણે દવાખાનું ખોલ્યું. બહાર બોર્ડ માર્યું. ‘ત્રણસો રૂપિયામાં ઇલાજ કરાવો. દર્દ દૂર ન થાય તો હજાર રૂપિયા પાછા.’
એક ડોક્ટરને થયું કે બેટાને પાઠ ભણાવવો જોઇએ એ દવાખાને ગયો. જઇને કીધું, ‘મને કોઇ ચીજનો સ્વાદ નથી આવતો.’
એન્જીનિયરે કમ્પાઉન્ડરને કહ્યું ‘ડબ્બી નંબર ૧૨માંથી બાટલી કાઢો અને ત્રણ ટીપાં પીવડાવો...’
પીતાંની સાથે ડોક્ટર બોલી ઉઠયો ‘અરે, આ તો પેટ્રોલ છે!’
એન્જીનિયરઃ ‘વાહ, સ્વાદ પરખાઇ ગયો ને? લાવો ૩૦૦ રૂપિયા!’
ડોક્ટર સમસમી ગયો. થોડા દિવસ પછી એ નવો રોગ લઇને ગયો ‘મારી યાદદાસ્ત કમજોર થઇ ગઇ છે.’
એન્જીનિયર (કમ્પાઉન્ડરને)ઃ ડબ્બી નંબર ૧૨માંથી ત્રણ ટીપાં પીવડાવો.
ફરી ડોક્ટર બોલી ઉઠયો ‘અરે, એ તો પેટ્રોલ છે!’
એન્જીનિયરઃ ‘જોયું? યાદદાસ્ત પાછી આવી ગઇ! લાવો ૩૦૦ રૂપિયા.’
ડોક્ટરને છૂટકો નહતો. છતાં એ ત્રીજી વાર નવું બહાનું લઇને ગયો ‘મારી નજર કમજોર થઇ ગઇ છે.’
એન્જીનિયરે કીધુંઃ ‘સોરી, એની દવા મારી પાસે નથી. લો, આ ૧૦૦૦ રૂપિયા...’
ડોક્ટર નોટ જોઇને કહે છે ‘પણ આ તો ૫૦૦ની નોટ છે !’
એન્જીનિયરઃ ‘લો! નજર બરોબર થઇ ગઇ. લાવો ૩૦૦ રૂપિયા!’
•
બડી કોશિશો કે બાદ
વો મેરે ઘર આઈ થી...
વો આયી, વો બૈઠી,
ઔર મા પ્રેમ સે બોલી -
‘બેટા, તારી બહેન માટે
પાણી તો લાવ!’
•
ગામડાનો એક માણસ મુંબઈની એક મોટી હોટેલમાં ગયો. જે હોટેલમાં ઊતર્યો હતો એના મેનેજરને તેણે પૂછયુંઃ આપની હોટેલમાં જમવાનો સમય કયો છે?
મેનેજર (નમ્રતાપૂર્વક)ઃ જુઓ મહાશય, સવારે સાતથી નવ વાગ્યા સુધી નાસ્તો, દસથી એક વાગ્યા સુધી બપોરનું જમવાનું, બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બપોરની ચા અને સાંજના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી રાતનું જમવાનું, સમજ્યા?
ગામડિયો (નવાઈ પામી)ઃ મેનેજર સાહેબ! જો તમે મને આખો દિવસ ખાવાનું ખવડાવશો તો પછી હું ફરવા ક્યારે જઈશ?


comments powered by Disqus