પત્ની જ્યારે પિયર જાય છે, ત્યારે પતિને કેવો સંદેશો મોકલે છે? વાંચો ગઝલ...
મેરી મોહબ્બત કો અપને
દિલ મેં ઢૂંઢ લેના
ઔર આટે કી તરહ
અચ્છે સે ગુંદ લેના!
મિલ જાયે અગર પ્યારે
તો ઉસે ખાના નહીં,
પ્યાજ કાટતે વક્ત
બિલ્કુલ રોના નહીં!
મુજ સે રૂઠને કા યે
બહાના તો અચ્છા હૈ,
મગર થોડા ઔર પકાઓ
આલુ અભી કચ્ચા હૈ!
મિલ કર પ્યાર બાંટના હૈ
ટમાટર બારીક કાટના હૈ!
લોગ હમારી મુહબ્બત સે
ચાહે જલ ભી જાયે
ચાવલ ટાઈમ પર દેખના
કહીં ગલ ન જાયે!
કૈસી લગી ગઝલ હમારી
તુમ જરૂર બતા દેના
નમક જરા કમ લગે
તો થોડા મિલા લેના...
•
આજકાલ નવું ચાલું થયું છે. ઓનલાઈન ઘર બેઠા, મોબાઈલથી કોઈ પણ વસ્તુ મંગાવવી.
ચંપકે ઓનલાઇન મિઠાઈ મંગાવવા માટે ફોન કર્યો, ‘ટીનીનીનીન.... ટીનીનીનીનીન. આપનું સ્વાગત છે. શું જોઈએ બોલો?’
ચંપક કહે, ‘મીઠાઈ જોઇએ છે!’
કોલ સેન્ટર, લાડવા માટે ૧ દબાવો. રસગુલ્લા માટે ૨ દબાવો, કાજુ કતરી માટે ૩ દબાવો, ગુલાબજાંબુ માટે ૪ દબાવો, ઘારી માટે ૫ દબાવો...
ચંપકને લાડવા જોઈતા હતા એટલે ૧ દબાવ્યું. કોલ સેન્ટરમાંથી અવાજ આવ્યોઃ મોતીચુર માટે ૧, ગુંદીના માટે ૨, મગજના માટે ૩, ચુરમાના માટે ૪ દબાવો
ચંપકે ૨ દબાવ્યું. કોલ સેન્ટર, ‘૧ કિલો માટે ૧ દબાવો, ૫ કિલો માટે ૨ દબાવો, ૧ ક્વિન્ટલ માટે ૩ દબાવો.’ ચંપકની ખોપરી ફરવા માંડી હતી. તેનાથી ભૂલમાં ૩ દબાઈ ગયું. કોલ સેન્ટરમાંથી તરત ફોન આવ્યો. તમે ૧ ક્વિન્ટલ મોતીચૂરના લાડવાનો ઓર્ડર આપ્યો છે તો સરનામું લખાવો. ચંપક કહે, ‘મેં કોઈ ફોન કર્યો નથી.’ કોલ સેન્ટર કહે, ‘તમારા ભાઈએ કર્યો હશે. તેમને આપો!’ ચંપક કહે, ‘અમે પાંચ ભાઈ છીએ. સૌથી મોટા ભાઈ ૧ દબાવો. તેનાથી નાના માટે ૨ દબાવો, નાનાથી નાના માટે ૩ દબાવો...’ કોલ સેન્ટરમાંથી ફોન કપાઈ ગયો.
ચંપક હસ્યો, ‘મારા બેટા મારી પાસે નંબર દબાવડાવતા હતા!’
•
