જીવનનું સત્ય સમજી લો મિત્રો, લગ્ન કરાવનારા મહારાજ સાયકલ પર આવે છે. પણ છૂટાછેડા કરાવનારા વકીલ...
કારમાં આવે છે!
•
એક મહિલા સજી-ધજીને પોતાના પતિ સાથે ડેન્ટિસ્ટ ક્લિનિક પર ગઈ.
મહિલાઃ એક દાંત કઢાવવો છે પણ માત્ર ૧૦ મિનિટમાં. કોઈ એનેસ્થેસિયા, બેહોશી કે પેઈન કિલરની જરૂર નથી. થોડું ઘણું દર્દ થાય તો વાંધો નહીં પણ કામ જલદી પતાવજો. મારે એક કિટી પાર્ટીમાં જવાનું છે.
ડોક્ટરઃ કમાલ છે... ગજબનાં બહાદુર મહિલા છો તમે તો. આવો એક્ઝામિન ચેર પર બેસી જાવ, બતાવો કયો દાંત છે?
મહિલા (પતિને)ઃ જુઓ આ ચેર પર બેસી જાવ અને બતાવો કયો દાંત છે.
•
ભગાના બાપાએ ભગાને છોકરી સાથે ફરતો જોઈ લીધો.
થોડા દિવસો બાદ ભગોઃ યાર આ પ્રેમ ખરેખર કલરફૂલ હોય છે.
ગગોઃ એ કેવી રીતે?
ભગોઃ યાર મારા બાપાએ મને ગર્લફ્રેન્ડ
સાથે રોમાન્સ કરતો જોઈ લીધો. બસ પછી
તો મારા બાપે મારો ગાલ લાલ કરી નાખ્યો
અને છોકરીના બાપે એના હાથ પીળા કરી નાખ્યા.
•
એક વાર સંતાને તેની ઓફિસમાં જ એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. બંને રોજ ઘરેથી ઓફિસ અને ઓફિસથી સાંજે ઘરે જતા.
એક દિવસ છોકરીએ કહ્યુંઃ કાલે મારા ઘરે છોકરાવાળા મને જોવા આવ્યા હતા.
સંતાઃ પછી?
છોકરીઃ પછી શું? મારું એ છોકરા જોડે મારા મા-બાપે નક્કી કરી દીધું.
સંતાઃ હવે શું કરશું?
છોકરી અચાનક રડવા માંડી અને બોલીઃ આવતા મહિને તો લગ્ન પણ નક્કી થઈ ગયા છે. તેઓ અમારા ઘરેથી ૩૦ કિ.મી. દૂર રહે છે.
સંતા બહુ વિચારમાં પડી ગયો. અને અડધો કલાક ચૂપચાપ બેસી રહ્યો.
છોકરી કંટાળીને બોલીઃ શું વિચારે છે?
સંતાઃ હું એ વિચારું છું કે રોજ તને જ્યાંથી ઓફિસ જવા માટે લેવા આવું છું તે માટે હવે ૩૦ કિલોમીટર ફરીને આવવું પડશે તે બહુ લાંબુ પડશે, તું તારા પતિને કહેજે તારા આવવા-જવાની કંઈ વ્યવસ્થા કરી રાખે. મારાથી એટલું લાંબુ ફરીને નહીં આવી શકાય.
•
પિંકીઃ આજે મારા હસબન્ડનો બર્થ ડે છે તો તેને શું ગિફ્ટ આપું?
ચિંકીઃ ગિફ્ટ તારી પસંદની આપવાની છે કે એની પસંદની?
પિંકીઃ બર્થડે એમનો છે તો એમની પસંદની જ આપવાની હોય ને?
ચિંકીઃ તો તું એક કામ કર. ડિવોર્સ જ
આપી દે!
•
છોકરો તેના પપ્પાનેઃ મારે લગ્ન નથી કરવા, દુનિયાની બધી મહિલાઓથી મને બીક લાગે છે.
પપ્પાઃ બેટા તું લગ્ન કરી જ લે, લગ્ન પછી તને માત્ર એક જ મહિલાથી બીક લાગશે.
•
ટીચરઃ આજે પણ તું કેમ મોડો આવ્યો.
ચીટુંઃ મમ્મી-પપ્પા લડી રહ્યાં હતાં.
ટીચરઃ એ લોકો લડી રહ્યાં હતાં તેમાં તું શું કામ મોડો પડ્યો.
ચીંટુઃ કારણ કે મારું એક ચપ્પલ મમ્મી પાસે હતું અને બીજું પપ્પા પાસે.
•
છોકરોઃ ડ્રેસ બહુ સરસ છે.
છોકરીઃ થેન્ક્સ.
છોકરોઃ મેક-અપ પણ સરસ છે.
છોકરીઃ થેન્ક યુ, ભાઈ.
છોકરોઃ છતાંયે સારી તો નથી જ લાગતી.
