લંડનઃ હેરોમાં આવેલી લીટલ ડાર્લિંગ ચાઈલ્ડકેરને નર્સરી ડે પૂરો થયા પછી નર્સરીના બાળકો તેમજ સ્ટાફને તેમના ઘરે સલામત રીતે પરત પહોંચાડવામાં મદદરૂપ થવામાં મેળવેલી સિદ્ધિ અને ઉત્તમ સંચાલન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત RoSPA સિલ્વર હેલ્થ એન્ડ સેફ્ટી એવોર્ડ એનાયત માટે પસંદગી કરવામાં આવી હતી.
લંડનમાં આગામી ૧૯ જૂને ExCeL ખાતે યોજાનારા સમારોહમાં નર્સરીને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
લીટલ ડાર્લિંગ ચાઈલ્ડકેરના મેનેજર સંજય મોરજરીયાએ જણાવ્યું હતું, ‘ અમારા બાળકો અને સ્ટાફની સુરક્ષા અને કલ્યાણ પ્રત્યે અમારી બિનશરતી પ્રતિબદ્ધતા માટે અમને RoSPAનું જે સન્માન મળ્યું છે તેનાથી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
RoSPAના હેડ ઓફ ક્વોલિફિકેશન્સ, એવોર્ડ્સ અને ઈવેન્ટ્સ જુલિયા સ્મોલે જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ ૨,૦૦૦ અરજદારો સાથે આરોગ્ય અને સલામતીના ક્ષેત્રમાં RoSPA એવોર્ડ્સ સૌથી વધુ સન્માનનીય છે. આ એવોર્ડ કર્મચારીઓનું જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલા તમામનું કલ્યાણ કરવાની સંકલ્પબદ્ધતાના નિદર્શન સાથે કાર્યક્ષેત્રે ઉત્કૃષ્ટતા પૂરવાર કરવા સંસ્થાઓને તક પૂરી પાડે છે. RoSPA એવોર્ડ્સ સ્કીમને દર વર્ષે વિશ્વભરની સંસ્થાઓ પાસેથી અરજી મળે છે.

