રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો.
ઘણી વાર થઈ.
રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો: ‘ઓ ભાઇ, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ!’
•
રમણભાઈ કન્યાના ઘરે માગુ લઈને ગયા.
કન્યાના માતાપિતાએ કહ્યું: પણ, અમારી દીકરી તો હજુ ભણે છે.
રમણભાઈ બોલ્યા: તો કંઈ વાંધો નહિ. અમે એક કલાક પછી આવીશું.
•
પિતા: બેટા, આ વર્ષે તારે ૯૫ ટકા લાવવાના છે!
પુત્ર: ના પપ્પા, હું આ વર્ષે ૧૦૦ ટકા લાવીશ!
પિતા: બેટા, વાતની મજાક ન ઉડાવ.’
પુત્ર: પપ્પા, તમે જ તો શરૂઆત કરી.’
•
હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો: ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ આ સર્વે નિષ્ફળ રહ્યો. કારણ કે,
આફ્રિકાના કેટલાય દેશોમાં લોકોને food એટલે શું? એ જ ખબર નો’તી...
ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નો’તી...
યુરોપના લોકોને shortage એટલે શું તેની ખબર નો’તી...
ઓસ્ટ્રેલિયાને please એટલે શું તેની ખબર નો’તી...
અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તે જ ખબર નો’તી.
આમાં સર્વે સફળ કઈ રીતે થાય ?
•
છગન: અહીંથી તમે ગધેડાનું ટોળું જતું જોયું, ભાઈ?
મગન: કેમ? તમે ટોળામાંથી છૂટા પડી ગયા છો કે શું?
•
મગન: બધા હવે મને ભગવાન માને છે.
છગન: તને કેવી રીતે ખબર પડી?
મગન: કાલે હું બગીચામાં ગયો હતો તો ત્યાં બેઠેલા બધા એકી સાથે બોલી ઊઠ્યાં – ‘હે ભગવાન, તું પાછો આવ્યો ?’
•
શિક્ષિકા: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું તમને આપું છું. પછી એવું જ બીજું ઉદાહરણ તમે જાતે કહેજો. મારું ઉદાહરણ છે: ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’
વિદ્યાર્થીઓ: એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એ આપનો વહેમ જ રહેશે!
•
છગન: આપના ઘરમાં કેટલા સદસ્યો છે?
મગન: હું, મારી પત્ની, મારી સાસુ અને સાત સાળીઓ.
છગન: ઓહોહો! તો તો તમારે બગાસું ખાવું હોય ત્યારે જ મોઢું ખોલી શકાતું હશે!’
•
મંગુ મુંબઈના ફેમસ જલેબીવાળાને ત્યાં જલેબી ખાવા ગયો. એક પછી એક કરીને તે લગભગ ત્રણ પ્લેટ ખાઈ ગયો. છેલ્લે જતી વખતે બોલ્યોઃ મજા આવી ગઇ... હવે થોડી સાકર ખવડાવો.
દુકાનદાર (દંગ થઈને)ઃ હવે સાકર ખાશો. આટલી જલેબી તો ખાધી તમે.
મંગુઃ અરે ભલા માણસ. આટલું પેટ ભરીને જમ્યા પછી મનમાં થયું કે કુછ મીઠા હો જાયે.
•
યુવક (યુવતીને)ઃ તું એકદમ સ્માર્ટ દેખાય છે. ચાલ પરણી જઈએ.
યુવતીઃ એ શક્ય નથી. હું માત્ર દેખાવમાં નહીં. દિમાગથી પણ સ્માર્ટ છું.
