હળવે હૈયે...

જોક્સ

Wednesday 19th December 2018 05:34 EST
 

આજની દુનિયામાં સૌથી મોટી ભૂલ કઈ છે, ખબર?
પત્નીની હાજરીમાં મોબાઈલની સ્ક્રિન તરફ જોઈ સ્મિત કરવું.

એક દારુડીયો ખૂબ પીને રસ્તાની બાજુ પર પડ્યો હતો. એક ભલા માણસે તેની પાસે જઈને પૂછ્યું, ‘અરે, ભાઈ તને આટલો બધો દારુ પીવાની જરૂર શું કામ પડી?’
દારુડીયોઃ હું લાચાર હતો. પીવા સિવાય કોઈ રસ્તો જ નહોતો.
ભલો માણસઃ અરે, પણ એવી તે કઈ મોટી લાચારી હતી?
દારુડીયોઃ બાટલીનું બુચ ખોવાઈ ગયું હતું.

જિગો કંટાળેલો હતો અને ત્યાં ભૂરો આવ્યો.
પપ્પુઃ હું તને ઉર્દૂમાં સવાલ કરીશ તારે પણ ઊર્દૂમાં જ જવાબ આપવાનો.
જિગોઃ સારું.
પપ્પુઃ ગુસ્તાખી મુઆફ હો. જનાબ આપ ક્યા કર રહે હૈ?
જિગોઃ ઇજ્જત કી ડોર કો ઉલઝનો કી જક્ડ ઔર કશ્મકશ સે આઝાદ કર રહા હું.
પપ્પુઃ એટલે?
જિગોઃ ડોબા, લેંઘાનું નાડું ગૂંચાઈ ગયું છે તેને સરખું કરું છું.

રાજુઃ આ લોકોની માનસિકતા કેવી છે નહીં?
જિગોઃ કેમ?
રાજુઃ તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં ૯૦૦ કરોડ તારા છે તો તમારી વાત માની લેશે અને એમ કહો કે આ થાંભલાને હમણાં રંગ લગાવ્યો છે અડશો નહીં તોય ચેક કરશે.

ભૂરોઃ ક્યારે એમ થાય છે કે, દુનિયાની બધી ચિંતા છોડીને હિમાલય ઉપર જતો રહું.
રાજુઃ તો જતો રહે, વિચારે છે શું?
ભૂરોઃ પછી એમ થાય છે કે ત્યાં નેટવર્ક આવતું હશે કે નહી?

લગ્નના થોડા દિવસ પછી...
સાસુઃ વહુ, આ તારા હાથ ખાલી કેમ છે? કંઈ હાથમાં રાખો
વહુઃ બંગડી મેં હમણાં જ કાઢી અને મોબાઈલ ચાર્જમાં મૂક્યો છે.

પત્નીઃ આ વેલેન્ટાઈન ડે પર તમે મને શું ગિફ્ટ આપશો?
જિગોઃ સફેદ કલરનું ગુલાબ
પત્નીઃ આ દિવસે તો લાલ કલરનું આપવામાં આવે છે.
જિગોઃ અગાઉ તારી પાસેથીપ્રેમ જોઈતો
હતો એટલે લાલ રંગનું ગુલાબ આપ્યું હતું. આ વખતે સફેદ રંગનું. કારણ કે મારે શાંતિ
જોઈએ છે.

નોટબંધી - ૨૦૧૭
પતિઃ અત્યારે જે પણ કંઈ છૂપાવ્યું હોય તો જણાવી દે પછી સરકાર પકડશે તો હું કાંઈ ન કરી શકીશ.
# MeToo – 2018
પત્નીઃ અત્યારે જે પણ છૂપાવી રાખ્યું હોય તો કહી દો. પછી છાપામાં આવશે તો હું કાંઈ કરી શકીશ નહીં.

પતિ-પત્ની વચ્ચે બે કલાક સુધી ચાલેલી તકરાર બાદ પત્ની ફક્ત એટલું જ બોલીઃ તમારે જીતવું છે કે શાંતિથી જીવવું છે?

પત્ની (પતિને)ઃ સાંભળો, મારાથી તમારા ભૂરા રંગનો શર્ટ ઈસ્ત્રી કરતાં બળી ગયો છે.
પતિ (શાંતિથી)ઃ વાંધો નહીં, ડાર્લિંગ, ામરી પાસે બિલકુલ એ જ રંગનો બીજો શર્ટ છે.
પત્નીઃ ખબર છે, એટલે જ તો મેં એ તમારા શર્ટમાંથી કાપડ કાપીને બળેલા શર્ટ પર થીંગડું મારી દીધું છે.


comments powered by Disqus