પ્રૌઢ લોકો સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિક પર બોજ

Wednesday 19th September 2018 07:32 EDT
 

લંડનઃ છૂટાછેડા લઈને ઓનલાઈન નવા પાર્ટનર શોધતાં પ્રૌઢ લોકોની સંખ્યામાં થઈ રહેલો વધારો સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિક પર ભારણ વધારી શકે તેમ નવા આંકડા સૂચવે છે. પ્રૌઢ લોકો દ્વારા છેલ્લાં ચાર વર્ષમાં સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિકની મુલાકાતની સંખ્યામાં ૧૩ ટકાનો વધારો થયો હતો. દર વર્ષે  ૨.૯ મિલિયન એપોઈન્ટમેન્ટ્સ હતી તે વધીને ૩.૩ મિલિયન પર પહોંચી હતી. ક્લેમીડિયા, ગોનોરિયા, સિફીલીસ અને HIVના ટેસ્ટની સંખ્યામાં પણ વધારો નોંધાયો હતો.   તાજેતરના અહેવાલમાં ચીફ મેડિકલ ઓફિસર ડેમ સેલી ડેવિસે ચેતવણી આપી હતી કે ૫૦થી ૭૦ વચ્ચેની વયના લોકોમાં જાતીય સમાગમને લીધે ફેલાતા ચેપી રોગોના પ્રમાણમાં વધારો થયો હતો.


comments powered by Disqus